વઢવાણ ધોળીપોળ ગઢની રાંક પાસે શૌચાલયના ગ્રાઉન્ડમાં વાઘેલા ગામના આધેડની લાશ મળી આવી હતી. બનાવને લઇને મૃતકના ભાઈએ પોલીસને જાણ કરતા દોડી આવી મૃતકની લાશને રાજકોટ લઇ જઇને પીએમ કરાવ્યુ હતુ.પોલીસે કોઇ કારણોસર આધેડ મૃત હાલતમાં મળી આવ્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ આધેડની હત્યાની લોકોમુખે ચર્ચાએ જોર પકડયુ હતુ.
સુરેન્દ્રનગર જિલ્લામાં મૃત હાલતમાં લાશો મળવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વઢવાણ ધોળીપોળ ગઢની રાંક પાસે શૌચાલયના ગ્રાઉન્ડમાં તા.4-6-2022ને શનિવારે આધેડ મૃત હાલતમાં લાશ મળી આવતા ચકચાર ફેલાઇ હતી.
બીજી તરફ આધેડની હત્યાની લોકોમુખે ચર્ચાએ જોર પકડયુ હતુ. આ બનાવમાં મૃતક વઢવાણ તાલુકાના વાઘેલા ગામના 55 વર્ષના ગોપાલભાઈ કરશનભાઈ વોરા હોવાનું ખૂલ્યુ હતુ. અને મૃતકના પરિવારજનો સહિતના લોકો સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. ત્યારે મૃતકના ભાઈ પોપટભાઈ કરશનભાઈ વોરાએ વઢવાણ પોલીસને કરતા પીએસઆઇ ડી.ડી.ચુડાસમા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃતક ગોપાલભાઈની લાશને પ્રથમ વઢવાણ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ લઇ જઇને પીએમ કરાવવામાં આવ્યુ હતુ.
આ બનાવમાં આધેડનું અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધાયો હતો. આ અંગે પીએસઆઈ ડી.ડી.ચુડાસમાએ જણાવ્યું કે, મૃતકનુ રાજકોટ સાઇન્ટીફીક લેબોરેટરીમાં પીએમ કરાવવામાં આવ્યુ હતુ તેમાં પણ કંઇ શંકાસ્પદ જણાયુ નથી તેમ છતા મૃતકના વિસેરા લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.