આદેશ:ગ્રાહક તકરાર નિવારણે વીમા કંપનીને 7% વળતર સાથે રકમ ચૂકવવા આદેશ કર્યો

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાયલાના રહીશની કારને અકસ્માત થયા બાદ વીમાધારક ગ્રાહકે કંપની પાસે વીમા રકમ ક્લેઇમ કરી હતી. તેની સામે પૂરતું વળતર ન આપતા વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ કરી હતી.આથી વીમા કંપીનને ફરિયાદીને 4,7370 વ્યાજ સહિત ચૂકવવા આદેશ કરાયો હતો. જ્યારે માનસિક ત્રાસ રકમ ચૂકવવા જણાવાયું હતું.

સાયલાના લક્ષ્મણભાઇ અરજણભાઇ સોનાગરાએ કાર ખરીદીને વીમો પ્લાનેટ ઓટોમેટિવ પ્રા લી પેટલ ઈન્શ્યોરન્સ પાસે કરાવ્યો હતો. ત્યારબાદ તેમની કારને અકસ્માત થતા રિપેરીંગ ખર્ચ 1,37,882 આવ્યો હતો.જેનો કંપની પાસે ક્લેઈમ કરતા વીમા કંપનીએ રૂ.98,284 જ ચૂકવી બાકીના રૂ.39,598 ચૂકવવા ઇનકાર કર્યો હતો.

આથી લક્ષ્મણભાઇએ વકીલ દિલિપભાઇ.એમ. સાવુકીયાની મદદથી સુરેન્દ્રનગર ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ કરી હતી. જેનો કેસ ચાલી જતા ફરિયાદ પક્ષના અને સામેવાળા પક્ષના વકીલોની દલીલો સાંભળી ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ એ.પી. કંસારા, સભ્ય અર્ચનાબેન પંડ્યા, સભ્ય એસ.જી. વાઘેલાએ પ્લાનેટ ઓટોમેટિવ પ્રા.લી પેટલ ઈન્શ્યોરન્સ કંપનીને ફરિયાદીને રૂ.39,598 રકમ 7 ટકા વ્યાજ સાથે રૂ.47,370 ચૂકવવા હુકમ કરાયો હતો. જ્યારે માનસિક ત્રાસના વળતર પેટે રૂ.2000 પણ ચૂકવવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...