તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાતા દિવસની ઉજવણી:ધ્રાંગધ્રાના સામાન્ય માણસે રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું, 112 વખત બ્લડ ડોનેટ કર્યું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
ધ્રાંગધ્રાના સામાન્ય માણસે રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું, 112 વખત બ્લડ ડોનેટ કર્યું
  • સરગમભાઈ ચૌહાણ જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી રક્તદાન કરવા માટે તૈયાર

આજના દિવસને રક્તદાતાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રક્તદાન એ મહાદાન છે. ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓ તથા અકસ્માત તેમજ મહિલાઓને ડિલિવરી વખતે રક્તની જરૂર પડતી હોય છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા અને મજુરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા સરગમભાઈ ચૌહાણે છેલ્લા ચાલીસ વર્ષમાં 112 વખત પોતાના રક્તનું દાન કરીને એક ઉમદા કાર્ય કર્યું છે.

વિવિધ સંસ્થાઓ તથા નગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું

સવજીભાઈ પોતે એક સામાન્ય માણસ છે. પણ બીજા લોકોને મદદરૂપ થવા માટે તે હંમેશા તત્પર હોય છે. અને કોઈ પણ વ્યક્તિનો કોઈપણ સમયે ફોન આવે તો બધા કામ મૂકીને તે પોતે રક્તનું દાન કરવા માટે દોડી જાય છે. અને હજી જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી પોતે હજી લોકોને રક્તદાન કરવા માટે તૈયાર છે. 112 વખત રક્તનું દાન કરેલુ તે સિદ્ધિ બદલ તેમનું સન્માન પણ વિવિધ સંસ્થાઓ તેમજ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. સવજીભાઈના માનવતા માટે ના કરેલા કાર્યને તેમના પત્ની પણ આવકારે છે.

અન્ય સમાચારો પણ છે...