દાદાગીરી:કલેક્ટરે બોનેટ ઉપર ધોકો મારી કાર રોકાવી કહ્યું ‘તારા બાપનો રોડ નથી’

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરના યુવાને પોલીસ ફરિયાદમાં કરેલો અાક્ષેપ

સુરેન્દ્રનગરના દૂધરેજ રોડ પર આવેલી કિરણ સોસાયટીમાં રહેતા પૂર્વજીતસિંહ રાજેન્દ્રસિંહ રાણાએ જિલ્લા કલેક્ટરે ગેરવર્તણુંક કર્યા અંગેની સિટી પોલીસ મથકે અને ધારાસભ્ય ધનજીભાઇ પટેલને લેખીત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે તેઓ કલેક્ટર કચેરીના ગેટ પાસેથી કાર લઇ પસાર થઇ રહ્યાં હતા તે દરમિયાન જિલ્લા કલેક્ટર કે.રાજેશે કારના બોનેટ પર ધોકો મારી તેમની કાર રોકાવી કહ્યું તારા બાપનો રોડ નથી અને માસ્ક પહેર્યું હોવા છતાં આવી રીતે કેમ માસ્ક પહેર્યું છે તેમ કહી ગેરવર્તણુંક કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કારને પણ ડીટેઇન કરી દીધી હતી. અને યુવાન સાથે  ખરાબ વર્તન કરી કારને નુકશાન કર્યા અંગેની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...