તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનું જોર:ડિસેમ્બરમાં ઠંડીએ 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો, લઘુત્તમ પારો 9.5 ડિગ્રી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાટડી, ધ્રાંગધ્રા રણમાં ઠંડીનો પારો 7 ડિગ્રી પહોંચતા અગરીયાઓ ઠુંઠવાયા હતા. - Divya Bhaskar
પાટડી, ધ્રાંગધ્રા રણમાં ઠંડીનો પારો 7 ડિગ્રી પહોંચતા અગરીયાઓ ઠુંઠવાયા હતા.
 • રણમાં પારો 7 ડિગ્રી પર પહોચતાં ઝૂંપડા બાંધી રહેતાં અગરીયા પરિવારો ઠંડીમાં ઠુંઠવાયા
 • એક જ દિવસમાં પારો 5.3 ડિગ્રી ગગડયો : ઘર વિહાેણાં લોકોને આશ્રય સ્થાનમાં લાવવા સુરેન્દ્રનગર પાલિકા ટીમે સરવે હાથ ધર્યો

ઝાલાવાડમાં શિયાળાના સમયમાં સરેરાશ 15થી 12 ડિગ્રી તાપમાન રહેતુ હોય છે. ત્યારે રવિવારની સાંજથી જ વાતાવરણમાં ફેરફાર થવાની સાથે ઠંડીનું પ્રમાણ અચાનક વધી જતાં સોમવારે લઘુત્તમ પારો ગગડીને 9.5 થઇ જતા લોકોને શીત લહેરનો સામનો કરવો પડયો હતો. જેમાં પાટડી, ધ્રાંગધ્રા રણમાં તાપમાન 7 ડિગ્રીએ પહોચતા રણમાં કામ કરતા અગરીયાઓ ઠુંડવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ઉતર ભારતમાં બરફ વર્ષા થવાને કારણે ઠંડી વધી છે અને હજુ પણ બે દિવસ જોર વધુ રહેશે. બીજી તરફ 4 વર્ષમાં જાન્યુવારીમાં પારો 9.5 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જો કે, ડિસેમ્બરમાં પ્રથમવાર પારો ગગડયો છે.

ઉત્તરભારતમાં બરફ પડતા ઠંડા પવનોને કારણે ઠંડી વધી
સુરેન્દ્રનગરમાં રવિવારે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયુ હતુ. આથી લોકોને ઠંડીનો ઓછો અહેસાસ થતો હતો. પરંતુ સોમવારે એક સામટો તાપમાનનો પારો 5.3 ડિગ્રી ગગડી ગયો હતો. અને આથી લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. આથી પાલિકા દ્વારા ઘર વિહોણા લોકોને આશરો મળી રહે તે માટે લાખો રૂપીયાના ખર્ચે આશ્રય ઘર બનાવવામાં આવ્યુ છે. જયાં આવા લોકોને જમવા સાથે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબતે પુર્વ પ્રમુખ વિપીનભાઇ ટોલીયાએ જણાવ્યુ કે, ઠંડીને જોઇને પાલિકાની ટીમ સર્વે માટે ફરે છે અને બહાર સુતેલા લોકોને આશ્રય ઘરમાં લાવવા પ્રયાસ કરે છે.

જિલ્લા કલેકટરે ટ્વીટ કરી લોકોને ચેતવ્યા
જિલ્લા લેકટર કે.રાજેશે ઝાલાવાડમાં જે અચાનક ઠંડી વધી છે તે બાબતની નોંધ લઇને ટવીટ કરી ઠંડીની બાબતમાં સાવચેત રહેવાની સાથે વિગતો જણાવી હતી કે આગામી 48 કલાક સુધી હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે. આથી જિલ્લાના લોકો સાવચેત રહે તે જરૂરી હોવાનું કહ્યુ હતુ.

ઠંડીથી વડિલોમાં વાયુદોષ વધે છે
વાતાવરણમાં ઠંડીનું જોર વધવાથી ખાસ કરીને વડિલોમાં વાયુદોષ વધે છે. જેનાથી કમર, મણકા, પગમાં દુ:ખાવા સાથે શરદી, ઉધરસ, કફ થાય છે. ઠંડીના સમયે વડીલોની રોગ પ્રતિકારક શકિત ઘટી જાય છે. આથી વડીલોએ હળદરવાળુ દુધ, ઘી અને તલના તેલવાળા સ્નીગ્ધતાયુકત પદાર્થો લેવા, બહુ ભુખ્યા ન રહેવુ, બે-ત્રણ કલાકના અંતરે હળવો ખોરાક લેવો જોઇએ. > પી.પી.પરમાર, વૈદ્ય પંચકર્મ, આયુર્વેદિક હોસ્પિટલ

ઠંડીથી જીરૂ, ચણાંના પાકને ફાયદો થશે
ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીએ જણાવ્યું કે, જિલ્લામાં જીરૂ અને ચણાનું વાવેતર મોટા પ્રમાણમાં થયુ છે. અત્યારે જે ઠંડીમાં વધારો થયો છે તોનો બંને પાકને ખુબ ફાયદો થશે. છતા જો ફૂગ જણાય તો દવાનો છંટકાવ કરવો જઇએ. આ ઠંડીથી પાકને કોઇ નુકસાન નહી થાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો