તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:શહેરના 266 CCTVએ એક વર્ષમાં 148 ગુનાનાભેદ ઉકેલ્યા

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેઝ-2માં લીંબડી, ધ્રાંગધ્રામાં પણ વધુ 290 કેમેરા લગાવાશે

સૌરાષ્ટ્ર અને કચ્છનું પ્રવેશ દ્વાર એવા સુરેન્દ્રનગર જિલ્લામાંથી લીંબડી અને ધ્રાંગધ્રા એમ 2 હાઇવે પસાર થાય છે. ગુનેગારો આ હાવેના માર્ગનો ઉપયોગ કરી ચોરી, લૂંટ, ખુન, દારૂની હેરાફેરી જેવી અનેક પ્રવૃત્તિઓ કરીને પોલીસથી બચવા સુરેન્દ્રનગર તરફ વાહનો મારી મુકતા હોય છે. પરંતુ શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરા આવા આરોપીઓ પર નજર રાખી રહ્યા છે. વિશ્વાસ પ્રોજેકટ બેઝ 1 અંતર્ગત સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં 51 જગ્યા ઉપર કુલ 226 કેમેરા હાલ કાર્યરત છે.

બીજા 31 કેમેરા ઇન્સ્ટોલેશન કરવાની કામગીરી ચાલી રહી છે. આ કાર્યરત કેમેરાથી માત્ર 1 વર્ષમાં જ 148 ગુનાના ભેદ ઉકેલાયા છે. જેમાં હીટ એન્ડ રન, લૂંટ, ધાડ, સ્નેચિંગ, અપહરણ, ખૂન, વાહન ચોરીનો સમાવેશ થાય છે. જ્યારે આગામી સમયમાં વિશ્વાસ પ્રોજેકટ ફેઝ 2 અંતર્ગત શહેરની સાથે લીંબડી, ધ્રાંગધ્રામાં વધુ 290 કેમેરા લગાવવામાં આવનાર છે.

આ ગુનાના ભેદ ઉકેલાયા

  • સાયલા આંગડયા લૂંટ.
  • જોરાવરનગર મર્ડર.
  • 10થી વધુ વાહન ચોરી.
  • સુરેન્દ્રનગરની આંગડયા લૂંટ.
  • રાજકોટ સોનાની ચોરી.
  • કોવિડમાંથી ભાગેલા 2 કેદીને પકડવા.

રાત્રિના ગુનામાં પણ સચોટ પરિણામની કેમેરાની ક્ષમતા
નેત્રમ પ્રોજેકટ અંતર્ગત જે કેમેરા લગાવવામાં આવ્યા છે તે કેમેરાની ખાસીયત એ છે કે દિવસે તો રોડ પરથી પસાર થતા તમામ વાહનોની વિગતો મેળવી શકે જ છે. પરંતુ રાત્રીના સમયે પસાર થતા વાહનોની પણ સચોટ વિગતો મેળવવાની ક્ષમતા ધરાવે છે. આટલુ જ નહી પરંતુ વાહનમાં કેટલા માણસો બેઠા છે તેના ચહેરા સહિતની વિગતો બતાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...