ઠંડીને પગલે મોરબી ધ્રુજ્યું:મોરબી શહેર 11 ડિગ્રી તાપમાન સાથે ઠંડીમાં ઠુંઠવાયું, નલિયામાં રેકોર્ડ બ્રેક 2.5 ડિગ્રી તાપમાન

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબી શહેર 11 ડિગ્રી તાપમાન સાથે ઠંડીમાં ઠુંઠવાયું - Divya Bhaskar
મોરબી શહેર 11 ડિગ્રી તાપમાન સાથે ઠંડીમાં ઠુંઠવાયું
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત ૨હેવા પામ્યું
  • શહેરના મુખ્ય રસ્તાઓ સુમસામ ભાસ્યા, બજારોમાં કરફ્યુ જેવો માહોલ
  • મોરબીના લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેતાં નજરે પડ્યા
  • મોરબી જિલ્લો બન્યા બાદ પણ હવામાન વિભાગની કચેરીનો અભાવ

કોલ્ડ વેવની અસ૨ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત ૨હેવા પામ્યું છે. ત્યારે મોરબી શહેર 11 ડિગ્રી તાપમાન સાથે ઠંડીમાં ઠુંઠવાયું હતું. તો કચ્છના નલિયામાં ચાલુ સિઝનનું રેકોર્ડ બ્રેક 2.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો થરથર કાંપી ઉઠ્યા હતા. જો કે મોરબી જિલ્લો બન્યા બાદ હજુ સુધી હવામાન વિભાગની કચેરી ન મળતા લોકો ગુગલના સહારે ઠંડી, ગરમીના આંકડા મેળવી રહ્યા છે.

કોલ્ડવેવને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ગગડી ગયો છે. મોરબીમાં 11 ડિગ્રી તાપમાન સાથે ઠંડા પવન ફુંકાતા લોકો ધ્રુજી ઉઠ્યા હતા. તો રાજકોટમાં તાપમાનનો પારો 11.2 ડિગ્રી, ભૂજમાં 10 ડિગ્રી, કંડલામાં 12.5, અમદાવાદમાં 12.7 ડિગ્રી, અમરેલીમાં 13.4, વડોદરામાં 14.2, ભાવનગ૨માં 16.7, દમણમાં 17.2, દિવમાં 14.1, દ્વા૨કામાં 15.2, ઓખામાં 18.4, પો૨બંદ૨માં 14.6, સુ૨તમાં 16.6 અને વેરાવળમાં 15.7 ડિગ્રી ન્યુનતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

કાતિલ ઠંડા પવનોને કારણે ઠંડીનો ચમકારો સમી સાંજથી લઈ સવારે 10 વાગ્યા સુધી ૨હેતા મુખ્ય રસ્તાઓ સુમસામ ભાસ્યા હતા. સાથે સાથે સવારે ઠંડીની અસ૨ મોર્નિંગ વોક ક૨નારા લોકો ઉપ૨ પણ જોવા મળી હતી. લોકો હાડ ગાળી નાખતી કડકડતી ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો અને તાપણાના સહારે ગરમાવો લેતા નજરે પડી રહ્યાં હતા. વધુમાં ગાત્રો થીજાવી નાખતી ઠંડીમાં લોકો સવાર-સાંજ ઘરની બહાર નીકળવાના બદલે રજાઇમાં સુઇ રહેવાનું પસંદ કરતાં બજારોમાં પણ કરફ્યુ જેવો માહોલ નજરે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...