તા. 31-5-2022ના દિવસે સુરેન્દ્રનગર શહેરના રાજમાર્ગ ઉપરથી વ્યસનમુક્તિ રેલી નીકળી હતી. બીએપીએસ સંસ્થા દ્વારા ધાર્મિક તેમજ સામાજિક કાર્યો થતા રહે છે. તેમાં બાળાપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા આયોજન કરાયું હતું. જેમાં તા. 8થી 30 મે-2022 સુધી વ્યસનમુક્તિ અભિયાનનું આયોજન થયું હતું. જેમાં સંસ્થાના 30,000 બાળક જોડાયા હતા.
આ બાળકોએ 30,00,000થી વધુ લોકોનો સંપર્ક કરી વ્યસનમુક્તિ રહેવાની પ્રેરણા આપી હતી. આ અભિયાનની પૂર્ણાહુતિ નિમિતે અને વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરના રાજમાર્ગ ઉપરથી એક ભવ્ય રેલીનું આયોજન થયુ હતુ. જેમાં 40થી પણ વધુ ટ્રેક્ટર, મયુર રથ, ડીજે, બુલેટ, ગાડીઓ વગેરે વાહનો જોડાયા હતા. જેમાં માણસની ઠાઠડીનું દ્રશ્ય, ભારતને વ્યસનથી કેટલું નુકસાન થાય છે તેના પોસ્ટરો, બાળકો વ્યસનમુક્તિ કરાવતા હોય એવી ઝાંખી, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉદ્દઘોષનું બેનર, પ્રમુખ સ્વામીએ કરેલા કાર્યોની ઝાંખી, પ્રકૃતિ સંવર્ધનનું પ્રદર્શનો દ્વારા લોકો આકર્ષિત થયા હતા. આ રેલી 4 કલાકે શહેરના જવાહર ગ્રાઉન્ડથી શરૂ થઇ હતી. જેમાં કોઠારી ધર્મચિંતનસ્વામી, પરમપ્રકાશ સ્વામી, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, નિતેષભાઈ શેઠ, ડો. વિજયભાઇ મકવાણા, ડીવાયએસપી પટેલ દ્વારા રથનું પૂજન,આરતી કરી રેલીને લીલીઝંડી આપી હતી.
આ રેલી જવાહરગ્રાઉન્ડથી નીકળી રતનપરથી ભક્તિનંદન સર્કલ, ટાવર ચાર રસ્તા થઇને આ રૂટનો અંદાજે 14 કિમીમાં હતી. અને 15 કિલો મીટર લાંબી રેલી મંદિરે પરત આવતા આરતી કરી રેલીની પૂર્ણાહુતિ કરી હતી. આ રેલીનું આયોજન બાળનિર્દેશક આશિષભાઈ પટેલ, રાજુભાઈ લખતરિયા, મિહિરભાઈ તાવરી,મનોજભાઈ ગોહિલ, અલ્પેશભાઈ સોલંકી, પ્રતાપભાઈ ડોડીયા, મિહિરભાઈ પરિખ અને નિત્યમંગલ સ્વામીએ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.