તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:સુરેન્દ્રનગરમાં 3 માસ પહેલા બનાવેલો સીસીરોડ તૂટી ગયો

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સનફ્લાવર સ્કૂલ પાસેના રસ્તામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ 5 હજાર જેટલા વિદ્યાર્થી અને લોકો સાથે જોડાયેલો પ્રશ્ન

સુરેન્દ્રનગર સનફ્લાવર સ્કૂલ પાસે ત્રણ માસ પહેલા પાલિકા દ્વારા સીસીરોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રોડ ઠેરઠેર તુટવા માંડ્યો હોવાથી સામાજીક આગેવાનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિડીયો ફરતો કર્યો હતો.

સુરેન્દ્રનગરમા 3 માસ પહેલા સનફ્લાવર સ્કૂલથી ન્યુએસ.પી સ્કૂલ બાજુનો અને પાછળની સોસાયટી સુધીનો રોડ બનાવ્યો હતો તે ઠેરઠેર તુટતા સામાજીક આગેવાનો કમલેશભાઇ કોટેચા, રોહિતભાઇ પટેલ, સતીષભાઇ ગમારા સહિતનાઓએ આ રસ્તાનો વિડીયો બનાવી ફરતો કર્યો હતો. જેમાં રસ્તાના નબળા કામ અને ભ્રષ્ટાચાર અંગે આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી, ગુજરાત ભાજપ અધ્યક્ષ,કમીશનર મ્યુનીશીપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન કચેરી ગાંધીનગર, સુરેન્દ્રનગર- દુધરેજ- વઢવાણ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી.

જેમાં આ વિસ્તારમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ રસ્તે અભ્યાસ કરવા અને 20થી 25 સોસાયટીઓના લોકો અવરજવર કરવામાં ઉપયોગ કરતા હોવાથી 10 વર્ષથી હેરાનગતી ભોગવતા હતા. 3 માસ પહેલા પાલિકા દ્વારા આ વિસ્તારનો સીસીરોડ બનાવ્યો હતો. હાલ જેની કાંકરીઓ ઉખડવા, સીમેન્ટનું સાવ ઓછુ પ્રમાણ સહિતની સમસ્યા ઉભી થઇ છે. લોકોને સાવ નબળી ગુણવતાવાળો રોડ મળતા રોષની લાગણી ફેલાઇ છે. આથી કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ પગલા લઇ બીલઅટકાવી રસ્તાની સંતોષકારક કામગીરી કરવા અને કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટમાં મુકી ટેન્ડરો રદ કરવા સહિતની તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો