તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સુરેન્દ્રનગરથી મોરબી તરફ જતી કેનાલમાં ગાબડું પડતા કટુડાની સીમમાં પાણી ભરાયા

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંદાજે 70થી વધુ વીઘામાં પાણી ઘૂસતા પાકના નુકસાનથી રોષ, નબળા કામની આ પોલ ખૂલી છે જવાબદાર તંત્રે કાર્યવાહી કરવી જોઇએ : ખેડૂતો

સુરેન્દ્રનગરથી મોરબી તરફ કેનાલ પસાર થાય છે. ત્યારે શનિવારે આ કેનાલમાં એકાએક ગાબડુ પડતા વઢવાણના કટુડા ગામની સીમની આજુબાજુ અંદાજે 70થી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા હતા. નબળા કામની આ પોલ ખૂલ્લી પડતા ખેડૂતોના ખેતરમાં રહેલા જુવાર, વરીયાળી સહિતના પાકોને નુકસાન થતા રોષ ફેલાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે કેનાલો બનાવીને તેમાંથી પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. પરંતુ આ કેનાલ ખેડૂતો માટે વારંવાર અભિશાપ રૂપે તૂટીને ખેડૂતોના પાકોને સોંથ વાળી દેવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરથી મોરબી તરફ જતી કેનાલમાં શનિવારે કોઇ કારણોસર ગાબડુ પડતા દેકારો મચી ગયો હતો. આ ગાબડુ પડતા તેના પાણી વઢવાણ તાલુકાના કટુડા ગામની સીમમાં ફરી વળ્યા હતા. જેના કારણે અંદાજે 70થી વધુ વીઘા જમીનમાં પાણી ઘૂસ્યા હોવાનું અને કેનાલના નબળા કામોની આ પોલ ખૂ્લ્લી હોવાની બૂમરાણો ઉઠી હતી.અંદાજે 50 જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા જુવાર, વરિયાળી સહિતના પાકોને નુકસાન થતા રોષ ફેલાયો હતો. આ અંગે નિર્મળસિંહ ઝાલા, મહાવિરસિંહ ઝાલા, કાંતીભાઈ મોચી, અમૃતભાઈ કોળી, હિરાભાઈ કોળી, રસીકભાઈ પટેલ, કાળુભાઈ કોળી, પ્રજ્ઞેશભાઈ પટેલ વગેરે જણાવ્યું કે, વારંવાર કેનાલોમાં પડતા ગાબડાઓ અટકાવવીની માંગ સાથે તંત્રે યોગ્ય કાર્યવાહી સાથે ખેડૂતોને થયેલા નુકસાનના વળતરની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો