ચૂંટણી:વઢવાણ APMCની ચૂંટણીમાં વેપારી પેનલ બિનહરીફ થઈ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત વિભાગની 10 બેઠકો પર 19 અને ખરીદ-વેચાણ મંડળીની 2 બેઠકો માટે 3 ઉમેદવારોનો, 7 ઓગસ્ટે મતદાન અને 8મી પરિણામ

વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે 16 બેઠક માટે 59 ફોર્મ ભરાયા હતા. શુક્રવારે આ ચૂંટણીમાં વેપારી પેનલ બિનહરીફ થઇ હતી. સુરેન્દ્રનગરની વઢવાણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી 7 ઓગસ્ટે યોજાનાર છે. જેમાં એપીએમસીની ખેડૂત મતદાર વિભાગ-10 બેઠક, વેપારી પેનલની -4 તેમજ ખરીદ-વેચાણ મંડળીની -2 સહિત કુલ 16 બેઠકો માટે ચૂંટણી જંગ જામ્યો હતો. આ ચૂંટણીમાં ખેડૂત પેનલની બેઠકોમાં-47, ખરીદ-વેચાણ મંડળીની બેઠકોમાં-6 અને વેપારી પેનલની બેઠકમાં-6 સહિત કુલ 59 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

ત્યારે ફોર્મની ચકાસણી 26 જુલાઈને મંગળવારે વઢવાણ એપીએમસી ખાતે થતા એકપણ ફોર્મ અમાન્ય રખાયું હતુ. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી 29 જુલાઈ હતી જેમાં 59માંથી 37 જેટલા ફોર્મ પરત ખેંચાયા હતા. યાર્ડની ચૂંટણીમાં હવે ખેડૂત વિભાગની 10 બેઠકો પર 19 અને ખરીદ-વેચાણ મંડળીની 2 બેઠકો માટે 3 સહિત કુલ 22 ઉમેદવારો જંગ જામશે. જેમાં તા. 7 ઓગષ્ટે મતદાન તેમજ તા. 8 ઓગસ્ટે પરિણામ આવશે.

અન્ય સમાચારો પણ છે...