નંદી મહારાજે હોસ્પિટલ માથે લીધી:હળવદની સરકારી હોસ્પિટલના દવા રૂમમાં આખલો ઘુસી જતાં અફડાતફડી, બેથી ત્રણ કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો

મોરબીએક મહિનો પહેલા
હળવદની સરકારી હોસ્પિટલના દવા રૂમમાં આખલો ઘુસી જતાં અફડાતફડી - Divya Bhaskar
હળવદની સરકારી હોસ્પિટલના દવા રૂમમાં આખલો ઘુસી જતાં અફડાતફડી
  • દવા રૂમનો દરવાજો ભુલથી ખુલ્લો રહી જતા ત્યાં આખલો ઘુસી ગયો
  • લોકોમાં અને આરોગ્ય વિભાગના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી
  • બેથી ત્રણ કલાકની ભારે મહેનત બાદ આખલો બહાર નીકળતાં સ્ટાફે રાહતનો શ્વાસ લીધો

હળવદની સરકારી હોસ્પિટલમાં આવેલા દવા રૂમમાં દવા રૂમનો દરવાજો ભુલથી ખુલ્લો રહી જતા ત્યાં આખલો ઘુસી ગયો હતો. જેના પગલે લોકોમાં અને આરોગ્ય વિભાગના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ખૂંટિયાને બહાર કઢાતાં સરકારી હોસ્પિટલના સ્ટાફે અને દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

હળવદ તાલુકામાં ટીકર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દવાઓ હળવદની સરકારી હોસ્પિટલના રૂમમાં રાખવામાં આવે છે. ત્યારે ગઇકાલે શુક્રવારે સાંજે હોસ્પિટલથી પરત જતાં સ્ટાફના માણસોથી રૂમનો દરવાજો બંધ કરવાનું ભુલી જતા એક ખુંટીયો રૂમમાં આવી જતાં દવાના બોક્સ અને દવાઓ ખાવા લાગ્યો હતો. જેના કારણે હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી.

સંભવિત બેથી ત્રણ કલાકની ભારે મહેનત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ આ દવાઓ ખરાબ થઈ ગઈ હતી. ત્યારે આ બેદરકારીને પગલે આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, તેવી હળવદવાસીઓમાં માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...