ચોરી:કોઠારિયા ગામ પાસે BSNL ટાવરના રૂ. 88,500ના મુદ્દામાલની ચોરી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઠારિયા ગામ પાસે બીએસએનએસ ટાવરના કેબલ સહિતના રૂ. 88,500ના મુદામાલની અજાણ્યા શખસો ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે કંપનીના કર્મીએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વઢવાણ જીઆઈડીસીમાં આવેલી ઓફિસમાં જુનીયર ટેલિકોમ તરીકે તેમજ વઢવાણ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ ગામમાં બીએસએનએસના ટાવર આવેલા છે ત્યાં ટાવરનું ટેક્નિકલ મેઇન્ટેન્સ રાખવાની અસીમ પ્યારઅલી પંજવાણી કરે છે. ત્યારે કોઠારિયા ગામ પાસે બીએસએનએસના ટાવરની ચીજવસ્તુઓની તા. 7થી 9 જુલાઈ-2022 દરમિયાન ચોરી થતા અસીમ પંજવાણીએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ​​​​​​​

જેમાં રૂ. 4000ની કિંમતની 4 બેટરી, રૂ. 15,000ની કિંમતના એજીસી 3 કાર્ડ, રૂ. 15,000ની કિંમતના ટીજીટી 3 કાર્ડ, રૂ. 5,000ની કિંમતના ટીઆરઇ 1 કાર્ડ, રૂ. 15,000ની કિંમતના ટીઆરડીયું કાર્ડ-3, રૂ. 2,000ની કિંમતનું 1 યુપીએસ, રૂ. 2,500ની કિંમતનું મોડ્યુલ સેમ્પસ નંગ-1, રૂ. 30,000ની કિંમતનો બીએસએનએસ ટાવરનો આરએફ કેબલ વાયર સહિત કુલ રૂ. 88,500ના મુદામાલની કોઇ અજાણ્યા શખસો ચોરી ગયા હતા. આ બનાવમાં વઢવાણ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ અશ્વિનકુમાર વી.દવે ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...