સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પંપીંગ સ્ટેશન એક પુરૂષની લાશ હોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.જ્યારે મૃતકના હાલ પર સુરેશ જૈન લખેલ હોવાથી તેમના પરીવારજનોની શોધખોળ પોલીસે હાથ ધરી છે. સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અવાર નવાર લોકોની લાશ મળી આવવાના બનવો બનતા હોય છે.ત્યારે શહેરના ધોળીધજા પંપીંગ સ્ટેશને શનિવારે મોડી રાત્રે એક અજાણ્યા પુરૂષની લાશ તરતી જોવા મળી હતી.
આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા દેવાંગભાઇ દુધરેજીયા, અશોકસિંહ, વિશ્વજીતભાઇ, જયભાઇ રાવલ, મુકશેભાઇ સાકરીયા, જી.કે. મકવાણા સહિત ટીમ સ્થળ પર પહોંચી હતી.પંપીગ સ્ટેશનના ગેટમાં ઉતરી શોધખોળ હાથ ધરી હતી જેમાં એક પુરૂષની લાશ મળી હતી.
જેણે ખાખી પેન્ટ અને ચેક્સવાળો શર્ટ પહેરેલો હતો.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતકના હાથપર હિન્દીમાં સુરેશ જૈન લખેલુ જણાતા તેમના પરીવારજનોની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.