શંકાસ્પદ મોત:લખતર દેવળીયા ગામમાંથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવકની ખેતરમાંથી લાશ મળી આવી

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાશની ઓળખ કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવળીયા ગામ ખાતે બે-ત્રણ દિવસ પહેલા યુવાન ગુમ થયો હોવાનું પોલીસ મથકે જણાવવામાં આવ્યું હતુ. ત્યારે આજે આ યુવાનની લખતર તાલુકાના દેવળીયા ગામ ખાતેની ખેતરની સીમમાંથી તેનો મૃતદેહ મળ્યો છે, ત્યારે અનેક તર્કવિતર્કો શરૂ થયા છે. યુવકની હત્યા કે આત્મહત્યાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસને જાણકારી મળતા પોલીસે ઘટનાસ્થળે દોડી મૃતકના પરિવારને જાણકારી આપતા તેના પરિવારજનો પણ સીમ વગડામાં દોડી આવ્યો હતો. અને તેમના યુવાન પુત્રની આ લાશ હોવાનું તેમને જણાવ્યું હતુ. ત્યારે પોલીસે હાલમાં તપાસ હાથ ધરી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર લખતર તાલુકાના દેવળીયા ગામના મુકેશ છનાલાલ જાદવ નામનો યુવાન બે દિવસ પહેલા ગુમ થયો હતો.

ત્યારે તેની શોધખોળ ચાલતી હતી અને પરિવાર દ્વારા લખતર પોલીસ મથકે પણ અંગેની જાણકારી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ત્યારે એકાએક તેની લખતર તાલુકાના દેવળીયા ગામની ખેતરની સીમમાંથી તેનો મૃતદેહ મળતા ભારે પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. ત્યારે આ લાશનો કબ્જો સંભાળી અને લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવી છે. અને વધુ આગળની તપાસ હાલમાં લખતર પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...