સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેનાલમાં અને પંપિંગ સ્ટેશનમાં અવારનવાર લાશો મળવાનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે આજે વધુ એક લાશ લખતર પાસેની નર્મદા કેનાલમાંથી તરતી હાલતમાં લોકોને જોવા મળતા તાત્કાલિક અસરે ફાયર ફાઈટરને જાણકારી આપવામાં આવી હતી. અને ઘટના સ્થળ ઉપર તાત્કાલિક અસરે ફાયર ફાઈટર દોડી ગયા હતા અને લાશને બહાર કાઢવામાં આવી હતી. અને તાત્કાલિક અસરે લખતર પોલીસ મથકે જાણકારી આપવામાં આવતા લખતર પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી
ત્યારે લાશને બહાર કાઢવામાં આવતા લાશ ઉપર એક પણ વસ્ત્ર ન હોવાના કારણે નગ્ન હાલતમાં લાશ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે હાલમાં લાશની તપાસ અને ઓળખ મેળવી પણ ભારે મુશ્કેલ બની છે. ત્યારે આવા બનાવવામાં સામે આવે છે ત્યારે આવી મળતી લાશો અને ઓળખ મેળવવામાં પોલીસને પણ ભારે મુશ્કેલી ભર્યો સામનો કરવો પડતો હોય છે. ત્યારે વધુ એક લાશ લખતર પાસે નર્મદા કેનાલમાં નગ્ન હાલતમાં મળવા પામી છે. ત્યારે લાશને હાલમાં લખતર સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડી અને આગળની વધુ તપાસ લખતર પોલીસે શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.