તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરેન્દ્રનગરના સાયલા સિમ વિસ્તારમાં કૂવામાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શૌચક્રિયા કરવા જતા રાતના અંધારાને કારણે કૂવામાં પડી જતા યુવાનનું મોત - Divya Bhaskar
શૌચક્રિયા કરવા જતા રાતના અંધારાને કારણે કૂવામાં પડી જતા યુવાનનું મોત
 • શૌચક્રિયા કરવા જતા રાતના અંધારામાં કૂવામાં પડી જતા યુવાનનું મોત નિપજ્યું
 • સાયલા પોલિસે ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી લાશ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા સીમ વિસ્તારમાં કૂવામાં પડી જતા એક યુવાનનું કરુણ મોત નિપજ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર યુવાન રાત્રિના સમયે શૌચક્રિયા કરવા ગયો હતો તે સમયે અંધારાને કારણે કૂવો નજરના આવતા તેમાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાને કારણે તેનુ મોત નિપજ્યું હતું. આખી રાત યુવાન ઘરે ના આવતા તેના પરિવારજનોએ સઘન તપાસ હાથ ધરી દીધી હતી. શોધખોળ દરમિયાન વહેલી સવારે તે વાડી નજીકના કૂવામાં મૃત મળી આવ્યો હતો. જેના પરિણામે લોકોએ પોલિસને જાણ કરીને તેના મૃતદેહને ખાટલા અને દોરી વડે બહાર કાઢી આગળ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

યુવાન વાડીમાંજ કામ કરતો હતો
મોડી રાતથી સવાર સુધી આ યુવાન ઘરે પરત ન ફરતા એના પરિવારજનોએ આ લાપતા યુવાનની સઘન શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળ બાદ વહેલી સવારમાં સીમમાં એક કૂવાની અંદર યુવાનની લાશ હોવાનું માલુમ પડ્યુ હતું. જેના પરિણામે લોકોએ ત્યાં તપાસ હાથ ધરી દીધી હતી, તે દરમિયાન કૂવામાં યુવાનની લાશ તરતી જોવા મળતા સ્થાનિકોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ શોધખોળ દરમિયાન આ લાશ ભૈયાલાલ છગનભાઈ નામના યુવાનની હોવાનું સામે આવ્યું હતું અને આ યુવાન વાડીમાંજ કામ કરતો હતો.

પોલીસ અને સ્થાનિકોએ મળીને ખાટલા અને દોરી વડે યુવાનની લાશને કૂવામાંથી બહાર કાઢી
પોલીસ અને સ્થાનિકોએ મળીને ખાટલા અને દોરી વડે યુવાનની લાશને કૂવામાંથી બહાર કાઢી

પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી
આ ઘટનાની જાણ સ્થાનિકોમાં થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ત્યાર પછી લોકોએ આ બનાવ અંગે સાયલા પોલીસને જાણ કરી દેતા ગણતરીના સમયે પોલિસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે સ્થાનિકોની સાથે મળીને ખાટલા અને દોરી વડે યુવાનની લાશને કૂવામાંથી બહાર કાઢી તેને આગળ પોસ્ટ મોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો