તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ખેરાળી-માળોદ રસ્તે કેનાલમાં અકસ્માતે પડેલા શખસની લાશ 25 દિવસે પણ ન મળી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર પાલિકા ફાયર ટીમના તરવૈયાઓએ મૃતકની લાશ શોધવા કેનાલના સાયફનમાં ઉતર્યા હતા. - Divya Bhaskar
સુરેન્દ્રનગર પાલિકા ફાયર ટીમના તરવૈયાઓએ મૃતકની લાશ શોધવા કેનાલના સાયફનમાં ઉતર્યા હતા.
  • તરવૈયાઓએ કેનાલના સાયફનમાં ઊતરી એક છેડેથી બીજા છેડા સુધી તપાસ કરી

સુરેન્દ્રનગરના માડોદના વિઠ્ઠલભાઇ પટેલ 31-5-21ના રોજ માળોદ પરત ફરવા દરમિયાન ખેરાળી-માડોદ રોડે વાહનની લાઇટના પ્રકાશના કારણે બેલેન્સ ગુમાવતા કેનાલમાં પડી ગયાની આશંકાએ પાલિકા ફાયર ટીમે 4 દિવસ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ લાશ મળી ન આવતા કેનાલની સાફનમાં કાંટા નાંખવામાં આવ્યા હતા.

ત્યારે મૃતકના ભત્રીજા કિર્તીભાઇ પટેલે ફરી પ્રયાસ કરવા પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય અને ચીફ ઓફિસર સંજયભાઇ પંડ્યાને રજૂઆત કરી હતી. આથી તેમની સૂચના મુજબ ગુરુવારે કાંટામાં કદાચ લાશ ફસાઇ હોય તેવી આશંકાએ પાલિકા ગેરેજ સુપ્રિટેન્ડન્ટ છત્રપાલસિંહ ઝાલા, રાહુલભાઇ, ગોપાલભાઇ, સંજય ચૌહાણ સહિતનાઓ માળોદ પાસે સાયફનમાં પાણી કઢાવી તેમાં તરવૈયાઓ જીવના જોખમે ઉતરી સાયફનના એક છેડીથી બીજા છેડા સુધી નિકળી તપાસ હાથ ધરવા છતા લાશ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...