તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ખમીસણા પાસે કેનાલમાં ડૂબેલા બાળકની 72 કલાક બાદ પણ લાશ ન મળી

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરે કટુડા કેનાલ સુધીના તમામ સાયફનમાં બોડી ફસાઇ હોવાની આશંકાએ તપાસ કરી

સુરેન્દ્રનગરના ખમીસણા રોડ પરથી પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં 2 બાળક પડી ગયા હતા.આથી ફાયર ટીમે શોધખોળ હાથ ધરતા એક બાળકની લાશ મળી આવી હતી. જ્યારે બીજા બાળકની લાશ 72 કલાક બાદ પણ મળી ન હતી.સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમ પાસે ખમીસાણા રોડ પર આવેલી મોરબી બ્રાન્ચ કેનાલમાં બે બાળકો રવિવારે ડુબી ગયા હતા.બનાવ સ્ળથે બંન્નેના ચપ્પલ અને સાઇકલ મળી આવતા પાણી પીવા જવા દરમિયાન કેનાલમાં પડીગયાની આશંકાએ ફાયર વિભાગ ટીમે શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ લાશ ન મળતા ડીઝાસ્ટર મેનેજમેન્ટના ડીપીઓની મદદથી કેનાલમાં પાણી ઓછુ કરી સાયફનમાં કાંટા નંખાયા હતા. ત્યારબાદ પાણી છોડાતા ગોવિંદભાઇની લાશ તેમાં ફસાઇ જતા મળી આવી હતી. જ્યારે જયદિપભાઇની લાશ મંગળવારે પણ મોડી સાંજ સુધી મળી આવી ન હતી. આ અંગે ગેરેજ સુપ્રિટેન્ડન્ટ છત્રપાલસિંહ ઝાલા જણાવ્યુ કે મંગળવારે ફાયર ટીમ અને યુવાનોએ છેક કટુડા કેનાલ સુધી ચાર સાયફન આવે છે તેમાં તપાસ કરવા છતા જયદિપભાઇની લાશ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...