લાશની ઓળખ થઈ:ચોટીલાની આણંદપુર ચોકડી પાસે કારમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલો મૃતદેહ કેશોદના તબીબનો હોવાનો ખુલાસો

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોતનું સાચુ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ રીપોર્ટની જોવાતી રાહ

ચોટીલા આણંદપુર ચોકડી પાસે અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ કાર હાઈવેથી નજીકના વિસ્તારમાં આશરે બે દિવસથી ઉભી હોવાનું સામે આવ્યું હતુ. આ ઘટના અંગે આજુબાજુના લોકોને શંકા જતા પોલીસને જાણ કરતા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ત્યારે આ કારમાં મળેલી લાશનો ચોટીલા પોલીસે ભેદ ઉકેલ્યો છે. અને થોડા સમયથી ચોટીલા ખાતે રહેતા અને મૂળીના એક યુવાન સાથે તેમને મિત્રતા હોવાનું પોલીસ સૂત્ર જણાવી રહ્યા છે. ત્યારે રાત્રિના સમયે આણંદપુર રોડ પાસે ગાડીમાંથી મળી આવેલી મૃત હાલતમાં લાશ કેશોદના ડોક્ટર હોવાનું ખુલ્યું છે. અને તેનું નામ સેમેજ નુરઅલી ખોજા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ડોક્ટરે કેફી પીણું પીધું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે તેનો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે.

પરંતુ હાલમાં ચોટીલા પોલીસને લાશની ઓળખ મળી છે. ત્યારે મૂળીના તેના મિત્રની પણ પૂછપરછ હાલમાં ચાલુ રાખવામાં આવી છે. તે રાત્રિના સમયે મોટરકારમાં સુવડાવી અને ચાલ્યો ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અને વહેલી સવારે તેને જગાડવા માટે દુકાનદારને ભલામણ કરી હતી. ત્યારે આ લાશ હોવાનું પુરવાર થયું હતુ. ત્યારે હાલમાં કેશોદના ડોક્ટરની લાશ હોવાનું અને ખોજા સમાજના હોવાનું પુરવાર થયું છે. સાચું કારણ પીએમનો રિપોર્ટ પાંચ દિવસ બાદ આવ્યા બાદ જ જાણવા મળશે તેવું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...