તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:ભાજપ સરકારે ‘કોરોનામુક્ત ગામ’ના કાર્યક્રમમાં કૉંગી ધારાસભ્યોને ન બોલાવ્યા

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોરોનાની કામગીરી અર્થે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આમંત્રણ ન મળતા ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
કોરોનાની કામગીરી અર્થે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આમંત્રણ ન મળતા ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો.
 • ગામોને કોરોનામુક્ત કરવાના અભિયાનમાં આભડછેટ
 • કલેક્ટર કચેરીમાં બેઠક દરમિયાન ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ વિરોધ નોંધાવ્યો

કોરોના મહામારીના સમયમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાયેલી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા અર્થે શનિવારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને પ્રભારી સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના પદાધિકારીઓ, આગેવાનો તેમજ સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મારું ગામ કોરોનામુક્ત ગામ યોજનાનો પ્રારંભ કરાવવામાં આવતો હતો.

સુરેન્દ્રનગર સર્કિટ હાઉસમાં કોંગ્રેસી આગેવાનોએ પ્રભારી મંત્રીને મળીને રજૂઆત કરી હતી.
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસમાં કોંગ્રેસી આગેવાનોએ પ્રભારી મંત્રીને મળીને રજૂઆત કરી હતી.

પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, ઋત્વિકભાઈ મકવાણા સહિતના કોંગી આગેવાનો બેઠક સ્થળે ધસી આવ્યા હતા. જેમાં કોંગી ધારાસભ્યોને કોઇપણ મીટીંગમાં 1 વર્ષથી બોલાવવામાં ન આવતા હોવાની રાવ સાથે હોબાળો મચાવ્યો હતો. પરિણામે અધ્ધવચ્ચેથી કેબિનેટ મંત્રી સહિતના લોકો બેઠક છોડીને બાકીની કાર્યવાહી સરકિટ હાઉસમાં પૂર્ણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતુ.

ભાજપે લોકોના જીવ બચાવવાનુ કામ કરવાનુ જરૂરી છે, એના બદલે લોકોની લાશો ઉપર રાજકરણ કરે છે
1 વર્ષથી કોરોનાને લાગતા કે પછી કુદરતી આફતની કોઇ સમીક્ષા બેઠક યોજાઇ કલેક્ટર કચેરીમાં ત્યારે માત્રને માત્ર ભાજપના જ આગેવાનો-પદાકારીઓને સમીક્ષા બેઠકમાં બોલવવામાં આવે છે. જ્યારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો તરીકે મને કે ઋત્વિકભાઇને કોઇને એક વર્ષથી બોલાવવામાં આવતા નથી. હું અને ઋત્કિવભાઈ મકવાણા, રૈયાભાઇ, ગીરીરાજસિંહ સહિતના કોંગી આગેવાનો મીટીંગમાં પહોંચી અનેક પ્રશ્નો સાથે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સરકીટ હાઉસમાં સમીક્ષા બેઠક તેઓએ રાખી હતી. અમે પણ સરકીટ હાઉસમાં ગયા જ્યાં અમારા પ્રતિનિધિ મંડળ સાથે વાત કરી કોરોનાના પ્રાણપ્રશ્નો રજૂ કરાયા હતા. - નૌશાદ સોલંકી, ધારાસભ્ય,દસાડા

ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિકતા એ છે કે આવા અભણ દર્દીઓનું નિદાન કે ઉપચાર કંઇ થતુ નથી
કોરોનાના પરિસ્થિતિ સંર્દભે સમીક્ષા બેઠક હતી અને મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન સરકાર શરૂ કરે તેનું મિટીંગનું આયોજન કર્યુ હતુ. જેમાં ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદસભ્યો,પ્રમુખ, ભાજપના હોદ્દેદારો તેવા લોકોને બોલાવ્યા હતા. પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અમને બોલાવ્યા ન હતા. એટલે અમે જઇને પૂછ્યુ અમને એકપણ બેઠકમાં જાણ કરતા નથી. અમારે ઓક્સિજન વિતરણનો હિસાબ અમારે માંગવો છે. ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિકતા એ છે કે આવા અભણ દર્દીઓનું નિદાન કે ઉપચાર કંઇ થતુ નથી માત્રને માત્ર ઓક્સિજન પુરો પાડીને જશ લેવાય છે અને તેના કારણે કેસ અને ગેસ બંને બગડે છે. - ઋત્વિકભાઈ મકવાણા, ધારાસભ્ય,ચોટીલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો