દારૂ જપ્ત:અજરામર કોમ્પ્લેક્સ પાછળ દારૂ સાથે બાઇકચાલક ઝડપાયો

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝને બાતમીના આધારે શહેરની જૂની હાઉસિંગ બોર્ડ પાસે અજરામર કોમ્પ્લેક્સ પાસે છાપો મારીને 1 બાઇકચાલકને ઝડપી લીધો હતો. ત્યારે બાઇકચાલક પાસેથી 17 વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે રૂ. 25,280નો મુદ્દામાલ જપ્ત કરીને 2 શખસ સામે ફરિયાદ નોંધી હતી.

સુરેન્દ્રનગર શહેરના અલંકાર સિનેમા રોડ ઉપર અજરામર કોમ્પ્લેક્સ પાસે બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પીએસઆઈ એસ.બી.સોલંકીને બાતમી મળી કે સુરેન્દ્રનગર જૂની હાઉસિંગ બોર્ડમાં રહેતા અલ્પેશસિંહ ગીરૂભા ઝાલા બાઇક પર વિદેશી દારૂ લઇને નીકળનાર છે. આથી પોલીસે બાઇક લઇને પસાર થતા અલ્પેશસિંહને ઝડપી લીધા હતા. તલાસી લેતા બાઇકમાં અલ્પેશસિંહના પગ પાસે એક મિણિયાની થેલીમાંથી જુદી જુદી બ્રાંડની 5,280ની કિંમતની વિદેશી દારૂની 17 બોટલ મળી હતી. પીએસઆઈ એસ.બી.સોલંકી, અજીતસિંહ સોલંકી, રાજુભાઈ કાનાણી સહિતનો સ્ટાફ જોડાયો હતો. સ્થળ પરથી વિદેશી દારૂ, રૂ. 20,000ની કિંમતનું બાઇક સહિત કુલ 25,280નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ વિદેશી દારૂનો જથ્થો મૂળી લીમલી પાવાળા ક્રિપાલસિંહ ઉર્ફે નાનો ક્રિપાલ સુખદેવસિંહ પરમાર પાસેથી લાવેલો હોવાનું બહાર આવ્યું હતું. અલ્પેશસિંહ ગીરૂભા ઝાલા અને ક્રિપાલ સુખદેવસિંહ પરમાર સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હેડકોન્સ્ટેબલ ગણપતભાઈ બી.દેવથળા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...