તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:ચોટીલા નાના પાળીયાદ રોડ પર બાઈકમાં આગ લાગતા નાસ ભાગ મચી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
ચોટીલા નાના પાળીયાદ રોડ પર બાઈકમાં આગ લાગતા નાસ ભાગ મચી
  • કાળઝાળ ગરમીથી બાઇક ગરમ થતાં આગ લાગી હતી

ચોટીલા નાના પાળીયાદ રોડ પર મોટરસાઈકલમાં અચાનક આગ લાગતાં નાસ ભાગ મચી જવા પામી હતી. બાઈકના સર્વિસ સ્ટેશનની બાજુમાં જ મોટરસાઈકલમાં આગ લાગી હતી. મોટર સાઈકલમાં લાગેલી આગને સર્વિસ સ્ટેશન પર રહેલા માણસે આગ કાબુમાં લેતા મોટી જાન હાની ટળી હતી.

આગ કાબુમાં આવતા સદભાગ્યે મોટી જાનહાની ટળી

ચોટીલા નાના પાળીયાદ રોડ પર મોટરસાઈકલમાં અચાનક આગ લાગતાં નાસ ભાગ મચી જવા પામી હતી. કાળઝાળ ગરમીથી અચાનક બાઇક ગરમ થતાં બાઇકમાં આગના બનવાથી લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી. બાઈકના સર્વિસ સ્ટેશનની બાજુમાં જ મોટરસાઈકલમાં આગ લાગી હતી. મોટર સાઈકલમાં લાગેલી આગને સર્વિસ સ્ટેશન પર રહેલા માણસે આગ કાબુમાં લેતા મોટી જાન હાની ટળી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. સમય સૂચકતાના લીધે આગ કાબુમાં આવતા સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...