બેદરકારી:સુરેન્દ્રનગરની ભોગાવો નદી કચરાના ઢગલા અને ગંદકીથી પ્રદૂષિત બની

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય
  • તંત્ર દ્વારા નદીમાં કચરો ઠાલવતા શખ્સો સામે પગલા લેવા લોકોની માંગ

સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં ગંદકી અને કચરાના ઢગથી નદી તો પ્રદૂષિત થઇ જ રહી છે સાથે સાથે ગંદકી અને કચરાના કારણે માખી, મચ્છરોના ઉપદ્રવથી નદીની આસપાસમાં આવેલી સોસાયટીઓમાં રોગચાળો ફેલાવાનો ભય રહે છે. ત્યારે તંત્ર દ્વારા સફાઇ અભિયાન કરવામાં આવે તેમજ નદીમાં કચરો ઠાલવતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર અને વઢવાણ બંને જોડિયા શહેરોની મધ્યમાંથી પસાર થતી ભોગવો નદીમાં ગંદકી અને કચરાના ઢગલાઓથી નદીની આસપાસમાં આવેલી સોસાયટીઓના રહીશો તોબા પોકારી ગયા છે. નદીમાં પુષ્કળ પ્રમાણમાં કચરો અને ગંદકીના કારણે માખી, મચ્છરોનો ઉપદ્રવ રહેતા સ્થાનિકોમાં રોગચાળો ફાટી નિકળવાનો પણ ભય રહે છે. આંબેડકર ચોકથી જોરાવરનગર તરફ જતાં ડાયવર્ઝનના રસ્તાની બાજુમાં જ કચરાના ઢગલાઓ ખડકી દેવામાં આવતા અહીંથી પસાર થતાં રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત રિવરફ્રન્ટના રસ્તાની બાજુમાં આવેલી ફુટપાથની આસપાસ ગંદકીના કારણે શાકભાજીના વેપારીઓ અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ભોગાવો નદીમાં તેમજ રિવરફ્રન્ટ પર કચરાનો નિકાલ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...