તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:ભાવનગર-બાંદ્રા ટ્રેન 3 દિવસને બદલે 18મીથી દરરોજ દોડશે

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને કારણે ટ્રેનની સફળ ટૂંકાવાઇ હતી

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભાવનગર-બાંદ્રા ટ્રેનને દરરોજ દોડાવવાનો રેલવે દ્વારા નિર્ણય કરાયો છે. કોરોનાની પરિસ્થિતિને લઇને આ ટ્રેન અઠવાડીયામાં 3 દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારે જ ચાલતી હતી. આ ટ્રેન દરરોજ પસાર થતા ઝાલાવાડની જનતાને લાભ મળશે.

શાળાઓ, કોલેજો, સીનેમા ગૃહ, બજાર ખૂલી ગયા બાદ રેલવે વિભાગે પણ ટ્રેનો શરૂ કરી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભાવનગરથી બાંદ્રા જતી ટ્રેન અઠવાડીયામાં 3 દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવાર પસાર થતી હતી. આ ટ્રેન રોજ ચાલુ કરવા માટે અનેક રજૂઆતો પણ થઇ હતી. ત્યારે મુસાફરોની માંગને ધ્યાને લઇ વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડીવીઝન દ્વારા ભાવનગર-બાંદ્રા ટ્રેન તા.18 ફેબ્રુઆરીથી દરરોજ દોડાવવાનો નિર્ણય કર્યો છે.

આ ટ્રેન માટેનું બુકિંગ 11 ફેબ્રુઆરીથી ઓનલાઇન અને રીઝર્વેશન કાઉન્ટર પર શરૂ થશે. ભાવનગરથી સાંજે 6-30 કલાકે આ ટ્રેન ઉપડી બીજા દિવસે સવારે 8-15 કલાકે બાંદ્રા ટર્મીનસ પહોંચશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ ટ્રેન લીંબડી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનો પર ઉભી રહેશે. જોકે, આ ટ્રેન પણ સંપૂર્ણ આરક્ષીત કરાઇ છે. જેમાં બેસવા માટે રીઝર્વેશન કરાવવુ પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો