અકસ્માત:પશુ અડફેટે મોતને ભેટનારા વૃદ્ધ લીમલીના હોવાનું ખૂલ્યુ

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર ખાતે પીએમ હાથ ધરાયું, મોચીકામ કરી ગુજરાન ચલાવતાં હતાં

સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાં શુક્રવારે સવારના સમયે એક વૃધ્ધનું પશુ અડફેટે મોત થયુ હતુ. પોલીસે લાશની બીનવારસી ગણી પીએમ કરાવ્યુ હતુ. ત્યારે મોડી રાત્રે મૃતક મૂળી તાલુકાના લીમલી ગામના હોવાનું બહાર આવ્યુ હતુ. વૃધ્ધ લીમલીથી દરરોજ મોચીકામ માટે સુરેન્દ્રનગર આવતા હતા.સુરેન્દ્રનગર શહેરમાં શુક્રવારે 85 વર્ષીય વૃધ્ધનુ પતરાવાળી ચોકમાં આવેલા હનુમાનજીના મંદિર પાસે પશુ અડફેટે મોત થયુ હતુ. આ બનાવમાં તપાસકર્તા એ.કે.રાઠોડ સહિતની ટીમે લાશને ગાંધી દવાખાને લઇ જઇ પીએમ કરાવી મૃતકના વાલી વારસની તપાસ હાથ ધરી હતી.

જેમાં મંદિરના પુજારી અને આસપાસના દુકાનદારોને પુછપરછ કરાતા વૃધ્ધ રાજકોટ હાઇવે પર આવેલા મૂળી તાલુકાના કોઇ ગામના હોવાની માહિતી મળતા પોલીસે તે ફોટા ત્યાંના લોકોને જોવા મોકલ્યા હતા. જેમાં મૃતક મૂળી તાલુકાના લીમલી ગામના 85 વર્ષીય માલાભાઇ દેવાભાઇ સોલંકી હોવાનું બહાર આવ્યુ હતુ. તેઓ લીમલીથી દરરોજ સવારે મોચીકામ માટે પતરાવાળી ચોકમાં આવતા હતા. અને દિવસભર કામ કરી સાંજે પરત લીમલી જતા હતા.

અન્ય સમાચારો પણ છે...