ભક્તિ:વઢવાણ આશ્રમમાં ઓમ સ્વામીજીઅે એકાંતમાં ધ્યાન કરવા બનાવેલું ભોંયરૂ આજે પણ હયાત

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્વામીજીએ 14 યજ્ઞ, 2 વિષ્ણુયાગ અને 12 કરોડ નમો, ભગવતે વાસુદેવાયના જાપ કર્યા
  • સંન્યાસ બાદ 720 દિવસ સુધી કાષ્ટમૌન કર્યુ, સ્વામીજી 1965માં બ્રહ્મલીન થયાં

વઢવાણ શહેરના જડેશ્વર સોસાયટીમાં એક રહેણાંક છે. જ્યાં વર્ષો પહેલા આશ્રમ હતો અને આ આશ્રમમાં સ્વામીજી પ્રણવાનન્દતીર્થ (ઓમ સ્વામીજી-મોહનલાલ રેવાશંકર રાવલે)ધ્યાન ધરવા બનાવેલું ભોંયરૂ આજે પણ હયાત છે અને આ સ્થળે પૂજા અર્ચના પણ થઇ રહી છે.કલકત્તામાં મોહનલાલ રેવાશંકર રાવલ અને તેમના પત્ની દેવકુંવરબા રહેતા હતા. કર્મભૂમી કલકત્તામાં મોહનલાલ એક પેઢીમાં મુનીમ હતા જ્યારે કલકત્તામાં એન્ગો ગુજરાતી સ્કૂલમાં આચાર્ય હતા. ત્યારબાદ વતન વઢવાણ ગામે 1919માં આવ્યા હતા.

તેમને સંતાનમાં પુત્ર ધીંમતલાલ, ચંદુલાલ તેમજ દિકરી તારાગૌરી હતા. 53 વર્ષની ઉંમરે તેમના ગુરૂ વિષ્ણુતીર્થજીની કૃપાથી સંન્યાસ લીધો અને મોહનલાલમાંથી સ્વામીજી પ્રણવાનન્દતીર્થ ( ઓમ સ્વામીજી-મોહનલાલ રેવાશંકર રાવલ) બન્યા ઓમ સ્વામીજીને તપસ્યા માટે રાજદરબારે આશ્રમ માટે જગ્યા આપી હતી. જ્યાં તેઓએ આશ્રમમાં જ પરોઢિયે ધ્યાન ધરવા બનાવેલા ભોંયરામાં તપ શરૂ કર્યુ હતુ. તેઓએ પુરૂષચરણ-4, વિષ્ણુયાગ-2, નમો ભગવતે વાસુદેવાયના 12 કરોડ જાપ કર્યા, કેટલીયવાર અતિરૂદ્રયાગ કર્યા, ચાર વાર બ્રાહ્મણની જ્ઞાતિ જમાડી હતી. આ ઉપરાંત 14 યજ્ઞ, ગાયત્રીસ્પર્શ ચરણ, 720 દિવસ સુધી કાષ્ટમૌન એટલે એકાંતમાં રહેવાનું બહાર નીકળવાનું નહી, ખાલી દૂધ પીતા હતા. મૌનની પૂર્ણતા રણછોડદાસજીનએ કરી હતી.

હડિયાળામાં ખંભલાવ માતાજીની પ્રાણપ્રતિષ્ઠા પણ ઓમ સ્વામીએ કરી હતી તેમજ ઠાકોરસાહેબના દિકરા સ્વામીને ગુરૂ તરીકે પણ માનતા હતા. વઢવાણમાં સ્વામીજી પ્રણવાનન્દતીર્થ (ઓમ સ્વામીજી) માગસર સુદ 4 શનિવારને 1965ના રોજ બ્રહ્મલીન થયા હતા. અને તેઓને ભોગાવાના સામે કાંઠે સમાધી આપવામાં આવી હતી. સ્વામીજીના દાદા બાદ તેમજ તેમના પિતા રેવાશંકર અને સ્વામીજી એમ ત્રણ પેઢીએ સંન્યાસની પરંપરા જોવા મળી હતી. જ્યારે તેઓને જન્મ તા. 11-12-1883ના રોજ થયો હતો હોવાથી તા. 11-12-2020ના રોજ જન્મદિવસની પણ ભક્તોએ યાદ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...