તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:વાડલામાં પરિવાર પર હુમલો ચાર લોકોને ઈજાઓ પહોંચી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તમે અમારા દુશ્મનોને કેમ ઘરે આવવા દો છો તેમ કહી
 • પાંચ શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે ગુનો નોંધાયો

વઢવાણ તાલુકાના વાડલા ગામમાં જુના મનદુ:ખે તમે અમારા દુશ્મનોને કેમ ઘરે આવવા દો છો તેમ કહી પરિવાર પર હુમલો કરાતા મહિલા સહિત ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્તે પાંચ શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ તાલુકાના વાડલા ગામમાં હનુમાનજીના મંદિર પાસે વણકરવાસમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશ કાળુભાઈ મકવાણા મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ત્યારે ગામના જસવંતભાઈ ખેર ઉર્ફે જે.કે. મહેશભાઈના ઘર પાસે શેરીમાં મહેશભાઈને તેમના ખેતરે મજુરીએ આવવા માટે કહેવા આવ્યા હતા. પરંતુ મહેશભાઈએ કહ્યુ કે હાલે બીજી જગ્યાએ કામ ચાલે છે જેથી મજુરીએ આવી શકીશ નહી.

આ બાબતનું મનદુ:ખ રાખીને અન્ય શખ્સોએ તમે અમારા દુશ્મનોને કેમ ઘેર આવવા દો છો તેમ કહી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહેશભાઈ, કાળુભાઈ, કલ્યાણભાઈ, હિમાંશીબેનને ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત શખ્સોએ પથ્થરોના છૂટા ઘા કરતા ઘરના ઓરડાના નળીયા તેમજ સિમેન્ટના પતરા તોડી નુકસાન કર્યુ હતુ. આ બનાવમાં મહેશભાઈ કાળુભાઇ મકવાણાએ વઢવાણ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આથી વાડલા ગામના હિતેષભાઈ કલાભાઈ રાઠોડા, હિંમતભાઈ કાનજીભાઈ રાઠોડ, પીન્ટુભાઈ પ્રવીણભાઈ રાઠોડ, દેવજીભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ સામે ગુનો નોંધાતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ પી.વાઘેલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો