જળ ને વાદળ એકાકાર:માવઠાથી સુરેન્દ્રનગરનું વાતાવરણ પલટાયું

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આમતો અત્યારે શિયાળાની મૌસમ ચાલી રહી છે કડકડતી ઠંડી પડવાના સમયે જાણે કુદરત લીલા કરતી હોય તેમ વાતાવરણમાં પલટો આવી ગયો છે ઠંડીની સાથે આકાશમાં જાણે વાદળોનું સામ્રાજય છવાઇ ગયું છે ને સુરેન્દ્રનગરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ત્યારે ધોળીધજા ડેમનું દૃશ્ય કંઇક અલગ જ દેખાતું હતું. પાણીથી હિલોળા લેતા ડેમ ઉપર ધુમ્મસ છવાઇ ગઇ હતી. નીચે પાણીને આકાશમાં વાદળોની વચ્ચે છવાયેલી ધુમ્મસથી જાણે જળ અને આકાશ એક થઇ ગયા હોય તેવું લાગી રહ્યું હતું. તસવીર - હેમાંગ રાવલ

અન્ય સમાચારો પણ છે...