ઘેટાંઓનું રસીકરણ:પાટડી તાલુકાના હિંમતપુરા ગામે ઘેટામાં જોવા મળેલા શીપપોક્ષ રોગને કાબૂમાં લેવા પશુપાલન વિભાગ સક્રિય બન્યો

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 કિ.મી.ની ત્રિજ્યાના કુલ વિસ્તારમાં 2283 ઘેટાઓનું રસીકરણ કરાયું

સુરેન્દ્રનગર જિલ્લા પશુપાલન અધિકારીના જણાવ્યા મુજબ ગત તા. 21/8/22ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણકાંઠા વિસ્તારના હિમંતપુરા ખાતે ઘેટા બિમાર હોવાની જાણ થતાં તા. 22/8/22ના રોજ પાટડી પશુચિકિત્સા અધિકારી દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.આ રોગ લમ્પી રોગ નથી. પરંતુ ઘેટામાં જોવા મળતો શીપપોક્ષ નામનો રોગ જોવા મળ્યો હતો. જેમાં પશુને તાવ આવવો, પશુઓ ખોરાક લેવાનુ બંધ કરે છે, નાકમાંથી સ્ત્રાવ નિકળે છે, નિર્બળ અને અશક્ત પશુઓમાં ક્યારેક મૃત્યુ પણ જોવા મળે છે. અને પશુના શરીર (ચામડી) પર ગુંમડા જેવી ગાંઠો ઉપસી આવવા વિગરે ચિન્હો જોવા મળે છે.

ગત તા. 22/8/2022ના રોજ પાટડી પશુચિકિત્સા અધિકારી દ્વારા સ્થળ મુલાકાત લેતાં એક જ માલિકના કુલ 145 ઘેટાઓ પૈકી કુલ 8 બિમાર ઘેટાની સારવાર કરવામાં આવી હતી અને બે ઘેટા મૃત જોવા મળ્યા હતા. અને પશુમાલિકને સારસંભાળ માટે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ રોગની સારવારમાં મુખ્યત્વે ચિન્હો આધારિત એન્ટીબાયોટીક, તાવની દવા, વિટામિન્સ અને કૃમિનાશક દવાઓ આપવામાં આવે છે. આજદિન સુધી કુલ 145 પૈકી 38 ઘેટાંઓમાં બિમારીના કેસ જોવા મળ્યા હતા. જેની સારવાર કરવામાં આવી હતી. અને 18 ઘેટાંનું મરણ નોંધાયું છે.અસરગ્રસ્ત ગામ હિંમતપુરાથી 15 કિ.મી.ની ત્રિજયાના વિસ્તારમાં કુલ 2283 ઘેટાઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

તા. 3/9/2022 પછી આ ઘેટા માલિકના ત્યાં કોઇ નવો કેસ નોંધાયેલો નથી કે પશુ મરણ પણ જોવા મળેલુ નથી.પાટડી પશુચિકિત્સા અધિકારી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની રોજ મુલાકાત લઈ સારવાર કરવામાં આવે છે. વધુમાં તાલુકાના અન્ય ગામોમાં આ રોગનો નવો કેસ દેખાયેલો નથી આમ, સ્થિતિ હાલ નિયંત્રણમાં છે.

અન્ય સમાચારો પણ છે...