રનવે ટેસ્ટીંગ:ચોટીલાના બામણબોર-હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર રનવે ટેસ્ટીંગ માટે વિમાનનુ આગમન થયુ

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા

ચોટીલાના બામણબોર-હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર રનવે ટેસ્ટીગ માટે વિમાનનુ આગમન થયું છે. જેમાં નવા આકાર લઇ રહેલા હિરાસર એરપોર્ટ ઉપર આજે કેલીબ્રેશન ફ્લાઈટનું બે દિવસ ટેસ્ટીગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હીથી રાજકોટ ફ્લાઈટ આવી પહોંચતા લોકોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.

બામણબોર-હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર રનવે ટેસ્ટીગ માટે વિમાનનુ આગમન થયું છે. જેમાં નવા એરપોર્ટનો રનવે ત્યાર થઇ ચુક્યો હોવાથી બે વિમાનો લેન્ડિંગ કરી તંત્ર દ્વારા ટેસ્ટીગ માટે ઉતાર્યા હતા. ત્યારે અચાનક વિમાનો આવતા આજુબાજુના લોકોમા હુતૂહલ સર્જાયું હતુ. અને આજુબાજુના વિસ્તારના લોકોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...