તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલમાં રણમાંથી ડમ્પરો અને ટ્રકો દ્વારા મીઠું ખેંચવાની સીઝન ચાલુ થઇ છે. એવામાં છેલ્લા બે દિવસથી રણમાં ધુળની ડમરીઓ વચ્ચે ગરમીનો પારો 1 થી 2 ડીગ્રી સુધી ઘટતા રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠું ખેંચવાની સીઝનમાં જોતરાયેલા મજૂરોએ રાહતનો દમ લીધો હતો.
હોળી ધૂળેટીના તહેવાર બાદ રણમાંથી ડમ્પરો અને ટ્રકો દ્વારા ખારોઘોઢા મીઠું ખેંચવાની સીઝન શરૂ થઇ છે. એમાય ગત અઠવાડીયામાં રણમાં ગરમીનો પારો વધીને 43 થી 44 ડીગ્રી સુધી પહોંચતા રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મજૂરો કાળઝાળ ગરમી અને બપોર પડતા ધોમધખતા તાપમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
છેલ્લા બે દિવસથી રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગરમીનો પારો એકથી બે ડીગ્રી સુધી ઘટતા રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠું ખેંચવાની સીઝનમાં જોતરાયેલા મજૂર સમુદાયે રાહતનો દમ લીધો હતો. બીજી બાજુ છેલ્લા બે દિવસથી રણમાં ઉડતી ધૂળની ડમરીના કારણે રણમાંથી મીઠું ખેંચવાની સીઝનમાં નવા પકવાયેલા મીઠામાં નુકશાન થવાની ભીતીથી અગરિયા અને મીઠાના વેપારીઓમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે. હાલમાં રણમાં અંદાજે 10થી 12 લાખ મેટ્રિક ટન મીઠું પડ્યું છે. એવામાં રણમાં આંધી સાથે ધૂળની ડમરીઓના લીધે મીઠાની ગુણવત્તામાં પણ અસર પડવાની સંભાવનાથી મીઠું પકવતા અગરિયાઓની સાથે મીઠાના વેપારીઓનો જીવ પણ તાળવે ચોટ્યો છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.