આરોપી ઝડપાયો:હળવદના પેટ્રોલ પંપમાં લૂંટના ગુનામાં છેલ્લા 22 વર્ષથી ફરાર આરોપી અંતે ઝડપાયો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના પેટ્રોલ પંપમાં લૂંટના ગુનામાં છેલ્લા 22 વર્ષથી ફરાર આરોપી અંતે ઝડપાયો - Divya Bhaskar
હળવદના પેટ્રોલ પંપમાં લૂંટના ગુનામાં છેલ્લા 22 વર્ષથી ફરાર આરોપી અંતે ઝડપાયો
  • મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે આરોપીને ગાંધીધામ પાસેથી દબોચી લીધો

હળવદના પેટ્રોલપંપમાં થયેલી લૂંટના ગુનામાં 22 વર્ષથી ફરાર આરોપી આખરે પોલીસના સંકજામાં આવ્યો છે. બાતમીના આધારે મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે આરોપીને ગાંધીધામ પાસેથી દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં વિવિધ ગુન્હામાં ફરાર રહેલા આરોપીઓને પકડી પાડવાની સૂચના આવતા મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ આ દિશામાં કાર્યરત હતી. ત્યારે હળવદ પોલીસ મથકમાં નોંધાયેલા પેટ્રોલપંપ ઉપર થયેલી લૂંટના ગુનામાં 22 વર્ષથી ફરાર આરોપી ગાંધીધામ-ભુજ પાસે હોવાની હકીકત મળતા મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમેં ગાંધીધામ પાસેથી હળવદ પોલીસ મથકમાં નોંધાયેલા પેટ્રોલપંપ ઉપર થયેલી લૂંટના ગુનામાં 22 વર્ષથી ફરાર આરોપી પ્રેમસિંગ ઉર્ફે તુલસીમ ઉર્ફે રમેશ જોગડભાઈ મુનિયાને ઝડપી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસની હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...