તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:થાનના વરમાધાર પાસે થયેલી લૂંટના બનાવનો ફરાર શખસ ઝડપાયો

સુરેન્દ્રનગર,થાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શૈલેષ કાગડિયા - Divya Bhaskar
શૈલેષ કાગડિયા
  • LCB ટીમે સોનગઢ પાટિયા પાસેથી ઝડપ્યો

સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે સોનગઢ પાટિયા પાસેથી બાતમીના આધારે વરમાધાર પાસે થયેલી લુંટના આરોપીને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં પોતે અને સાગરિતોએ મળી રાણીપાટના શખસના દૂધ મંડળીના હિસાબના પૈસાની લુંટ કર્યાનું કબૂલ્યું હતું. આથી તેને થાન પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે બાતમીદારો સક્રિય કરી અને ચોરી અને લુંટના ગુનામાં ફરાર શખસોને શોધવા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમીના આધારે સોનગઢ પાટિયા પાસેથી શૈલેષ રઘુભાઇ કાગડિયા (ઉં.27 રહે.પાનેલી રોડ મોરબી, મૂળ રામગઢ, નીલી તા.સાયલા) ને પકડી પાડ્યો હતો.

તેની પૂછપરછ કરતા વર્ષ 2018માં પોતે અને સાગરિતો વીજળિયાના મહેશ ઝાલા, તરણેતરના મુન્નાભાઇ ખમાણી, અમરાપરના વાઘાભાઇ કીહલા, સખપરના વિપુલ મકવાણા, વિક્રમ મકવાણા, સોનગઢના શીવાભાઇ મકવાણાએ મળી લુંટ ચલાવી હતી. જેમાં રાણીપાટના ખીમાભાઇ રબારી થાન બેંકમાંથી દૂધ મંડળીના હિસાબના રોકડ રૂ.14,80,000 ભરેલી થેલી લઇ રિક્ષામાં જતા હતા. નંબર પ્લેટ વગરની કારથી આંતરી તમંચો બતાવી આંખમાં મરચાની ભૂકી નાંખી લુંટ ચલાવ્યાનું કબૂલ્યું હતું. આથી તેની અટક કરી થાન પોલીસને સોંપી દેતા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...