રાજકોટમાંથી સગીરાનું અપહરણ કરીને ભાગેલો આરોપી સુરેન્દ્રનગરમાં હોવાની હકીકત મળતા સિટી એ ડિવિઝનની ટીમે આરોપીને ચારમાળિયા કવાટર પાસેથી પકડી લીધો હતો. સગીરા અને આરોપીને રાજકોટ પોલીસને સોપવામાં આવ્યા હતા.
મૂળ દૂધરેજ વહાણવટી નગરનો વતની નવઘણ સામતભાઇ રાઠોડ રાજકોટ આજીડેમ પાસેથી 14 વર્ષની સગારીનું અપહરણ કરીને ભાગ્યો હતો. આ બનાવની રાજકોટ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન નવઘણ સગીરાને લઇને સુરેન્દ્રનગરમાં આવ્યો હોવાની સિટી સર્વેલન્સના ધનરાજસિંહ વાઘેલાને હકીકત મળી હતી.
આથી સ્ટાફના અમીતભાઇ, હારૂનભાઇ, રાજેન્દ્રભાઇ ભરવાડ અને વિજયસિંહ પરમાર સહિતનાઓએ તપાસના ચક્રગતીમાન કર્યા હતા. આરોપી સગીરા સાથે ફિરદોસ સોસાયટી પાસે આવેલા ચારમાળિયામાં રહેતો હોવાનું જાણવા મળતા પોલીસે નવઘણ રાઠોડને સગીરા સાથે પકડી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.