તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખુ અભિયાન:હળવદમાં આમ આદમી પાર્ટી દ્વારા ચોમાસા પૂર્વે 'ખાડા બૂરો' અભિયાન શરૂ કરાયું

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં આમ આદમી પાર્ટી દ્વારા ચોમાસા પૂર્વે 'ખાડા બૂરો' અભિયાન શરૂ કરાયું - Divya Bhaskar
હળવદમાં આમ આદમી પાર્ટી દ્વારા ચોમાસા પૂર્વે 'ખાડા બૂરો' અભિયાન શરૂ કરાયું
  • 'આપ' દ્વારા શહેર-તાલુકાની ટીમની રચના કરવામા આવી

હળવદ શહેરમાં ચોમાસા પહેલા રોડ પર પડેલા ખાડાઓ અને ઊગી નીકળેલા બાવળને કાપવાનું અભિયાન આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજે ધ્રાંગધ્રામાં પડી ગયેલા મસ મોટા ખાડાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રોડની બાજુમાં પડેલ માટીથી પૂરવામાં આવ્યા હતા તેમજ બાવળની જાળીની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી.

શહેરના દશામાના મંદિર થી ત્રણ રસ્તા સુધીના ધ્રાંગધ્રા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે સાથે જ ઘણી જગ્યાઓ પર ગટરના ઢાંકણા પણ તૂટી ગયા હોય તેમ જ બાવળની ઝાળી પણ રોડ પર પથરાઈ હોય જેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પોતે જ મહેનત કરી લોકોને અકસ્માતથી બચવા માટે આજે તગારા,પાવડા લઈ 'ખાડા બૂરો' અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

'આપ'ની હળવદ શહેર અને તાલુકાએની યુવા ટીમ જાહેર કરાઈહળવદમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા હળવદ શહેર અને તાલુકામાં યુવા પાંખમાં પ્રમુખ મહામંત્રી,મંત્રી,ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ પદે હિમાંશુભાઈ રાવલ, મહામંત્રી બી.ટી કણજારીયા, ઉપપ્રમુખ અનિલભાઈ પાડલીયા, જયસુખભાઇ થરેશા અને જગાભાઈ ભરવાડની વરણી કરાઇ છે.

જ્યારે તાલુકા યુવા ટીમ માં હિતેશભાઈ વરમોરાની પ્રમુખ પદે તેમજ જયેશભાઈ રબારીની મંત્રી તરીકે અને દીપકભાઈ પારેજીયાની સંગઠન મંત્રી અને ઉપપ્રમુખપદે બાબુભાઈ મકવાણા,લાલભા રાજપૂત અને લક્ષમણભાઇ ઉઘરેજાની નિમણૂક કરાઇ હોવાનું હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલ ભાઈ રબારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...