તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તોએ દર્શન કર્યા:હળવદ ખાતે આવેલા 700 વર્ષ પુરાણા શરણેશ્વર મહાદેવ મંદિરને શુશોભીત કરાયું

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ ખાતે આવેલા 700 વર્ષ પુરાણા શરણેશ્વર મહાદેવ મંદિરને શુશોભીત કરાયું - Divya Bhaskar
હળવદ ખાતે આવેલા 700 વર્ષ પુરાણા શરણેશ્વર મહાદેવ મંદિરને શુશોભીત કરાયું
  • શ્રાવણના છેલ્લા સોમવારે ભાવિકો ઉમટ્યા
  • શરણેશ્વર મહાદેવનું મંદિર હળવદનુ પ્રાચીન મંદિર
  • મંદિરમાં અનેક યજ્ઞો અનેક સેવાકીય પ્રવૃત્તિ પ્રાચીન કાળથી શરૂ થયેલી છે

હળવદને ભૂદેવોની બ્રહ્મ નગરી માનવામાં આવે છે. હળવદના ભૂદેવો વિશ્વમાં પ્રખ્યાત છે. હળવદ ફરતે અનેક શિવાલયો આવેલા છે. હળવદના ખૂણે-ખૂણે શિવાલયો પોતાનો આગવો ઈતિહાસ ધરાવે છે. જેમાં હળવદના રાજા દ્વારા 700 વર્ષ પૂર્વે હળવદ શરણેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. શરણેશ્વર મહાદેવનું મંદિર હળવદનુ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં અનેક યજ્ઞો અનેક સેવાકીય પ્રવૃત્તિ પ્રાચીન કાળથી શરૂ થયેલી છે.

મંદિરમાં કરાયો રુદ્રાભિષેકજેમાં ભગવાન શંકરને પ્રેરિત શિવમહિમા સ્તોત્ર રુદ્રાભિષેક, જળાભિષેક, કમળ પૂજા જેવા અનેક ધાર્મિક કાર્યો થાય છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે હળવદના બ્રાહ્મણો દ્વારા શિવ મહા પૂજા, શિવ આરાધના, શિવ મહિમાનું પઠન તેમજ શરણેશ્વર સેવક મંડળ દ્વારા પ્રાચીન સમયથી મંદિરમાં સેવાકીય પ્રવૃત્તિ થાય છે. શરણેશ્વર મહાદેવ મંદિરમાં ઘણા સમયથી રુદ્રાભિષેક થાય છે.

આ મંદિર અનેક ઈતિહાસ ધરાવે છેગુજરાતના શિવ મંદિરોમાનું એક શિવ મંદિર કે જ્યાં શિવજીનો રોજ હળવદના ભૂદેવો દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, કવયિત્રી મીરા બાઈ, રમેશભાઈ ઓઝા, મોરારિબાપુ જગતપ્રકાશ સ્વામી, જેવા અનેક સંતો મહંતો ભગવાન શરણેશ્વરના ચરણોમા શીશ ઝુકાવ્યાં છે. આમ શરણેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર અનેક ઈતિહાસ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...