જૈનોની નગરી તરીકે ઓળખાતા વઢવાણ શહેરમાં પ્રાચીન દેરાસરો, જિનાલયો આવેલા છે.ત્યારે 250 વર્ષજુના આદિનાથ દાદાના જીનાલયનો જિર્ણોધ્ધાર થયો છે. આથી આગામી તા.22જાન્યુઆરીથી 28 જાન્યુ આરી સુધી ધાર્મિક મહોત્સવ યોજાનાર છે.જેમાં 250 ધ્વજારોહણ, દિક્ષા મહોત્સવ, મણીભદ્રવીરની પુન:પ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમોમાં દેશભરમાંથી હજારો જૈન સમાજના લોકો ઉમટી પડશે. વર્ધમાન નગરીના શ્રમણરત્ન તપપ્રભાવીકા પ.પુ.મ.સા શ્રીહંસકિર્તિ મ.સાની વર્ધમાનતપની 100+100+100+67મી ઓળીની પુર્ણાહુતી થનાર છે.
ત્યારે વઢવાણ શહેરમાં તા.22 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયુ છે.જેમાં તા.22 જાન્યુઆરી રવિવારે ગુરૂભગવંતોનું ભવ્ય સામૈયુ થનાર છે.જ્યારે તા.26 જાન્યુઆરીને ગુરૂવારે મુમુક્ષ રત્ન હર્ષકુમાર પ્રવિણભાઇ મહેતાનો સન્માન સમારોહ અને તા.27ના રોજ દિક્ષાઉત્સવ યોજાશે.જ્યારે તા.26ના રોજ મણીભદ્રવીરજીની પુન:પ્રાણપ્રતિષ્ઠા પ્રભુજીનો વરઘોડો, સ્વામી વાત્સલ્ય સહિતના કાર્યક્રમો યોજાશે. તા. 27 જાન્યુઆરીએ શ્રીહંસકિર્તિજી મ.સાના વર્ધમાનતપની પુર્ણાહુતી થશે.
આ ઉપરાંત તા.28 જાન્યુઆરીના રોજ આદિનાથ દાદાના જીનાલયમાં 250મા ધ્વજારહોણ થશે.જેમાં જીનાલયની ફરતેની 27 દેરીઓ પર ધ્વજા ચઢાવવામાં આવશે.આ પ્રસંગે સુવર્ણ સ્તંભ, રજત સ્તંભ વગેરે દાતાઓનુ સન્માન કરાશે.આ મહોત્સવમાં ગીત,સંગીત સાધર્મિક ભક્તી રસ, મહાપુજા અને ગુરૂભગવંતોની અમૃત વાણીનો પણ લાભ પ્રાપ્ત થશે.આ મહોત્સવનું આમંત્રણ જૈન સમાજના ચતુર્વિધ સંઘ દ્વારા અપાયુ છે.જ્યારે ગુજરાતના પાલીતાણા, અમદાવાદ, મુંબઇ, રાજકોટ વગેરે શહેરોમાંથી હજારો જૈન જૈનેતરો ઉમટી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.