તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:સાસરિયા દોઢ વર્ષની બાળકીને ન સોંપતા 181ની ટીમે મદદ કરી, પતિ છૂટાછેડાનું કહેતા મહિલા પિયર ચાલી ગઇ હતી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પતિએ છૂટાછેડાની ધમકી આપતા ડરછ પિડીતાને પિયર જતી રહી હતી. તે સમયે સાસરીયાઓ દ્વારા બાળકોને લઇ જવા દીધા ન હતા. આથી જિલ્લા 181 મહિલા હેલ્પલાઇનમાં રવિવારે પિડિતાના ભાઈનો 181માં કોલ આવ્યો હતો. પિડિતા પોતાના 4 વર્ષનો દિકરો અને દોઢ વર્ષની દિકરીને સાસરેથી લેવા આવતા આપ્યા ન હતા. ત્યારે 181 ટીમની મદદથી અંતે પિડિતાને બાળકો સાસરિયામાંથી સુરક્ષિત સોંપી દીધા હતા. પિડિતા અને તેમના ભાઈના સામસામુ લગ્ન થયા હતા. પરંતુ પિડિતાના નણંદ છેલ્લા ઘણા સમયથી રિસામણે આવેલા હતા. જેના કારણે પિડિતાના પતિ પિડિતાને છૂટાછેડા આપવાની ધમકીઓ આપતા હતા. આથી ડરી જઇને પિડીતા પિયર જતી રહેલી તે સમયે બાળકો લઇ જવા માંગતા હતા. પરંતુ સાસુ, નણંદ અને જેઠ બાળક લઇ જવા દીધા ન હતા. પિડિતા હાલ પોતાના દોઢ વર્ષની બાળકી જે હાલ સ્તનપાન કરતી હોય તેની પીડા સહન ન થતા પિયરના બે-ત્રણ સગાવ્હાલાને લઇ સાસરે બાળકો લેવા પહોંચી પરંતુ બાળકો આપ્યા ન હતા. છેવટે પિડિતાના ભાઈને આ વાત જણાવતા 181માં પિડિતાના ભાઈનો ફોન આવતા મહિલા હેલ્પલાઈન ટીમ સ્થળ પર પહોંચી પિડિતાના સાસુ, સસરા, જેઠ અને નણંદ તેમજ પતિનું કાઉન્સીલીંગ કરી તેઓને કાયદાકીય માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો