તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:સુરેન્દ્રનગરના સૌથી પ્રાચીન જિનાલયની 131મી વર્ષગાંઠની ઉજવણી કરવામા આવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના સૌથી પ્રાચીન જિનાલયની 131મી વર્ષગાંઠની ઉજવણી કરવામા આવી - Divya Bhaskar
સુરેન્દ્રનગરના સૌથી પ્રાચીન જિનાલયની 131મી વર્ષગાંઠની ઉજવણી કરવામા આવી
  • જિનાલયના મેઇન શીખર પર ધ્વજારોહણ બાદ અન્ય 34 શીખર પર ધજા ચડાવાઈ
  • અમીઝરા વાસુપુજય જિનાલય બનાવવા માટે રૂપિયા 1 હજારમાં 9680 વાર જમીન અંગ્રેજો પાસેથી ખરીદાઇ હતી

સુરેન્દ્રનગરમાં આવેલા અમીઝરા વાસુપુજ્ય દેરાસરજી માટે અંગ્રેજો પાસેથી 9680 વાર જમીન રૂપિયા 1 હજાર રોકડા આપીને વેચાણ લેવાઇ હતી. આ જમીન પર 1882માં જિન મંદિર બાંધવાની શરૂઆત થયા બાદ 1890માં તેમાં પ્રતિમાનું સ્થાપન કરાયુ હતુ.ત્યારે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલુ વાસુપુજય જિનાલયની શ્રાવણ વદ 1ને સોમવારના રોજ 131મી વર્ષગાંઠ યોજાનાર છે.જેમાં મેઇન શીખર પર ધ્વજારોહણ બાદ અન્ય 34 શીખર પર ધજા ચડાવાઈ હતી .

સોરઠની ભુમી પર જૈન ધર્મ ના બેમહાન તીર્થો શોત્રુજય અને ગીરનાર આવેલા છે તે જ રીતે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર સુરેન્દ્રનગર પણ ધન્ય છે. પરંતુ ભોગાવો નદી કિનારે વસેલા વઢવાણ શહેર પહેલા વર્ધમાન પુરીના નામથી ઓળખાતુ હતુ.વર્ષો વિતતા નામ અપભ્રંસ થતા વઢવાણ નામ થઇ ગયુ છે.આ ઐતિહાસિક નગરમાં ભગવાન મહાવીરના પગલા હોવાથી જૈન ધર્મમાં અનેર સ્થાન છે.જ્યારે વઢવાણ, જોરાવરનગર સુરેન્દ્રનગર શહેરમાં જૈન સમાજા લોકો વધુ પ્રમાણમાં વસતા હોવાથી જૈનોની નગરી પણ ગણાય છેઆ જોડીયા શહેરમાં અંદાજે 20થી વધુ જિનાલયો આવેલા છે.

સૌથી પ્રાચીન ગણાતા અમીઝરા વાસુપુજય જિનાલય(મોટા દેરાસરનો)નો અનેરો ઇતિહાસ છે.આજથી 131 વર્ષ પહેલા બારમા તિર્થંકર વાસુપુજ્ય સ્વામી મુળનાયક તરીકે પધારી વિક્રમ સંવત 1946માં પ્રતિષ્ઠીત થયા હતા.આથી દિવસે મુનીરાજ થોભણવી મહારાજસાહેબની નિશ્રામાં વઢવાણનીવાસી શેઠ રઘુભાઇ પાનાચંદ ભાઇએ પોતાના નામથી કંકોત્રી છપાવી દેશ પરદેશમાં મોકલાવી હતી. તે વખતે આશરે 10,000 માણસોની ઉપસ્થિતિમાં ધામધુમ પુર્વક વાસુપુજ્ય જીનાલયની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.

આ દેરાસરમાં સ્થાપના માટે વાસુપુજ્ય સ્વામિ ભગવાનની પ્રતિમાજી ગીરનાર તિર્થથી લાવવામાં આવ્યા છે. જ્યારે શાંતીનાથ ભગવાનની પ્રતિમાજી સ્તંભતિર્થથી લાવવામાં આવી છે. જ્યારે સુવિધિનાથજીની પ્રતિમા પ્રભાસ પાટણી તિર્થ સ્થાનથી લાવવામાં આવી હોવાથી તિર્થ ભુમીઓથી લાવવામાં આવેલી જીનબીંબોથી વિભુષિત થયેલુ આ સુરેન્દ્રનગરનું સ્વયંભુ તિર્થ બન્યુ છે. ત્યારથી દિન પ્રતિદિન શહેરની ઉન્નતી થઇ ધર્મથી અને સમૃધ્ધીથી આબાદ બન્યુ છે. આમ વિક્રમ સંવત 1946માં પ્રતિષ્ઠીત થતા આજે વિક્ર સંવત 2077ના શ્રાવણ 1ને રોજ દેરાસરજીની 131મી સાલગીરહની ઊજવણી કરાઇ હતી.

વઢવાણથી વેપાર અર્થે કેમ્પમાં આવતા શ્રાવકો પુજા કરી શકે માટે અંગ્રેજો પાસે જમીન ખરીદી

ભારતમાં જયારે બ્રીટીશ સલ્તનતની હકૂમત હતી ત્યારે ઝાલાવાડ પ્રાંતમાં અંગ્રેજોએ વેપાર અર્થે વઢવાણમાં કેમ્પ સ્ટેશનની 1830માં સ્થાપના કરી હતી. આ સમયે વઢવાણમાં રહેતા વેપારીઓ અને જૈન શ્રાવકો વેપાર અર્થે હાલના સુરેન્દ્રનગર અને તે સમયના કેમ્પમાં આવતા હતા. વેપારમાં થોડો સમય મળતા શ્રાવકો પ્રભુજીની પૂજા અર્ચના કરી શકે તે માટે અંગ્રેજો પાસેથી રૂપિયા 1 હજારમાં 9680 વાર જમીન વઢવાણ સીવીલ સ્ટેશનના શ્રાવક સાધારણ ધર્માદાના મેનેજર ઠાકરશીભાઇ ડાયાભાઇ શેઠ અને કપુરભાઇ ત્રિકમભાઇ વોરા, મૂળચંદભાઇ ચતુરભાઇ વકીલ અને જીવણલાલ ફૂલચંદ વકીલે અંગ્રેજોના મીસ્ટર એન્ડરશનની કંપની પાસેથી ખરીદી હતી. આ જમીન ઝાલાવાડ પ્રાંતના પોલીટીકલ એજન્ટની કોર્ટમાં નામે પણ કરાવાઇ હતી. ત્યારબાદ જિનાલય તૈયાર થતા ભારે ઉત્સાહ સાથે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

સવારે 9 કલાક 27 મિનિટ 17 સેકન્ડે વાસુપુજ્ય સ્વામીના શીખરની લીલી તથા શાસન ધજા ચડાવાઈ

વાસુપુજ્યજીનાલયની સાલગીરહની ઉજવણીના ભાગ રૂપે આજે લાભાર્થીઓના હસ્તે જિનાલયમાં દેરીમાં સામૂહિક અભિષેક સવારે 06:55 કલાકે યોજાશે. ત્યારબાદ 8:00 કલાકે સ્નાત્ર મહોત્સવ શ્રી વાસુપૂજ્ય મિત્ર મંડળ ભણાવશે.જ્યારે શ્રાવણ વદ એકમ સવારે 9 કલાક 27 મિનિટ અને 17 સેકન્ડે વાસુપૂજ્યસ્વામી શિખર ઉપર લીલી ધજા તથા શાસન ધજા (લાલ) ચડાવવામાં આવી અને તે મુજબ એકીસાથે બાકીના શિખર ઉપર અને અલગ અલગ 34 દેરી ઉપર પણ લીલી ધજા અને શાસન ધજા ચઢાવવામાં આવી તે સમયે પુણ્ય હામ પુણ્ય હામ પ્રિયંતામ પ્રિયંતામ ના નારા લગાવવામાં આવશે. શેહનાઇના સૂર ગુંજી ઉઠયા અને થાળી ડંકો વગાડવા સાથે ભાગ્યશાળીઓ કંકુ-ચોખા થી ભગવાનન વધાવાશે.

અન્ય સમાચારો પણ છે...