અનેરો ઉત્સાહ:ટંકારાના સરાયા ગામના 112 વર્ષના માજીએ હોંશભેર મતદાન કર્યુ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટંકારાના સરાયા ગામના 112 વર્ષના માજીએ હોંશભેર મતદાન કર્યુ - Divya Bhaskar
ટંકારાના સરાયા ગામના 112 વર્ષના માજીએ હોંશભેર મતદાન કર્યુ
  • ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારથી જ મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે

રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ આજે રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારથી જ મતદારો મતદાન કરી રહ્યા છે. ત્યારે સરાયા ગામમાં 112 વર્ષીય માજીએ ઉત્સાહભેર મતદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પડ્યું છે.

સરાયા ગામનાં 112 વર્ષની ઉંમરના ડાહીબેન અરજણભાઈ ઢેઢીએ મતદાન કર્યું છે. તેમણે લાકડી અને પરિવાજનના સહારે હોંશભેર મતદાન કરી મત આપવો એ “અધિકાર અને ફરજ” બંને છે એવું સાબિત કરી આપ્યું હતું. મતદાન માટે આળસ કરતા લોકોએ તેમની પાસેથી મતદાન કરવાની પ્રેરણા લેવા જેવી છે.

અન્ય સમાચારો પણ છે...