તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:થાન તાલુકા પંચાયતના 4 અપક્ષના ઉમેદવારો ભાજપમાં જોડાયા

થાન23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપની આગેવાનો અને વિચાર ધારાને અપક્ષના ચાર ઉમેદવારોએ સ્વિકારી ભાજપનો ભગવો ખેંસ ધારણકર્યો હતો. - Divya Bhaskar
ભાજપની આગેવાનો અને વિચાર ધારાને અપક્ષના ચાર ઉમેદવારોએ સ્વિકારી ભાજપનો ભગવો ખેંસ ધારણકર્યો હતો.
  • તાલુકાપંચાયતની ભાજપની 10 અને વધુ 4 અપક્ષની બેઠક થતાં સભ્યસંખ્યા 14 પર પહોંચી, બસપા પાસે 2 સીટ

થાનગઢ તાલુકા પંચાયતની ભાજપની 10 બેઠકો હતી ત્યારે અપક્ષના 4 ઉમેદવારોએ ભાજપમાં ભળી ગયા હતા. આથી થાન તાલુકા પંચાયતમાં ભાજપની 14 બેઠકો થઇ ગઇ છે.જ્યારે 16માંથી 2 બેઠકો હાલ બસપા પાસે છે.

થાનગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે 10 બેઠકો સાથે ભાજપ અગ્રેસર રહયુ હતુ. ત્યારે ભાજપની આગેવાનો અને વિચાર ધારાને અપક્ષના ચાર ઉમેદવારોએ સ્વિકારી ભાજપનો ભગવો ખેંસ ધારણકર્યો હતો. જેમાં નવાગામ સીટના સુરેશભાઇ, મનડાસર સીટના માવજીભાઇ, રૂપાવટી સીટના જગાભાઇ વિજળીયાના નવઘણભાઇએ ભાજપમાં ભળી જતા તાલુકા પંચાયતની 16 માંથી 14 બેટઠકો ભાજપની થઇ છે. જ્યારે 2 બેઠકો હાલ બસપાની છે. આ અપક્ષના ઉમેદવારોને જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, નિરવસિંહ પરમાર, પ્રતાપભાઇ ખાચર, કાનભાઇ ભગત, બચુભાઇ ડાભી સહિતના આગેવાનોને કેસરીયો ખેંસ પહેરાવી ભાજપમાં આવકાર્યા.

અન્ય સમાચારો પણ છે...