તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીસીટીવી ફૂટેજ:મોરબીમાં ઘાતક હથીયારો સાથે આવેલ પાંચેક તસ્કરોના આતંકથી લોકોમાં ભયનો માહોલ

મોરબી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સીસીટીવી ફુટેજ વાઇરલ છતાં ફરીયાદ લેવામાં ગલ્લાતલ્લા

મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનની પાછળ આવેલ ચિત્રકૂટ સોસાયટી તેમજ પંચાસર રોડ સહિત ત્રણ જગ્યાઓએ પાંચેક હથિયારધારી હુમલાખોરો ચોરી કરવા માટે આવ્યા હતા અને નાની મોટી રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હોય અને તેના સીસીટીવી વાયરલ થયા હોવા છતાં પણ બનાવની હજુ સુધી પોલીસ ચોપડે એફઆઈઆર નોંધવા પામી નથી અથવા ભોગ બનેલ લોકો દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી નથી.

જાણવા મળતી વિગતો મુજબ શહેરના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાછળ આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાત્રીના બે વાગ્યે પાંચ જેટલા આશરે 18 થી 25 વર્ષના ચોર ઇસમો આવ્યા હતા. ઘરફોડી ચોરૂ માટે ઉપયોગમાં લેવાતા ગણેશીયો, કોસ અને પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે આવેલા તસ્કરોએ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા નરસી મફતલાલ કાચરોલાના મકાનમાં આવ્યા હતા ત્યારે ઘરના મહિલા સભ્ય જાગી જતા પાઇપ બતાવીને મારી નાંખવાની ધમકી આપ્યા બાદ ઉપરના માળે સુતેલા કાચપોલા પરિવારનો દરવાજો બહારથી બંધ કરીને તસ્કરો રૂા.15 હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા.ચિત્રકૂટ સોસાયટી પાસે જ આવેલા કન્યા છાત્રાલય રોડ ઉપર તપોવન સ્કુલ પાસેના અનિલપાર્કમાં રહેતા રવજી મોતીભાઇ કણઝારીયા પરિવાર ઉપર ચોરીનો કસબ અજમાવ્યો હતો.

રવજીભાઈ મોતીભાઈ કણઝારીયાના ઘરે તસ્કરોએ ઉપરોકત મોડસ ઓપરન્ડી મુજબ રૂમના દરવાજા બહારથી બંધ કરીને ચોરી કરવા પ્રયાસ કર્યો હતો પણ ચારેક હજારની પરચુરણ જ હાથ લાગી હતી રવજીભાઇના ઘરના લોકો જાગી જતા તસ્કરો ભાગ્યા હતા જે દરમિયાન તસ્કરોએ કરેલા પથ્થરમારામાં રવજીભાઈના માતા જીતુબેન મોતીભા કણઝઆરીયાને માથામાં પત્થર લાગી જતા તેમને ઇજા પહોંચી હતી. તેમજ ચોર ટોળકીએ શહેરના પંચાસર રોડ નાની કેનાલ પાસે આવેલા કિશનપાર્કમાં બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો પણ કંઇ કિંમતી માલમતા હાથ ન લાગતા ચોર ઇસમો ઘરમાંથી અગત્યના ડોક્યુમેન્ટ લઈ ગયા હતા.

કિશનપાર્કમાં રહેતા જયદીપ અરૂણભાઈ પૂર્ણવૈરાગી રાંદલના પ્રસંગમાં રાજકોટ ગયા હતા ત્યારે તેમના બંધ ઘરમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો જોકે ઉપલા માળે રહેતા ભાડુઆતના રૂમનો દરવાજો પણ તસ્કરોએ બહારથી બંધ કરેલો હોય ભાડુઆતે ફોન વડે આસપાસના લોકોને જાણ કરતા લોકો ઘરોની બહાર નીકળ્યા હતા.તે દરમ્યાન તસ્કરો તેમના વાહનમાં ફરાર થઇ ગયા હતા. ઘાતક હથીયારો સાથે આવેલ પાંચ ચોરના આતંક સાથેની ચોરીના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવા છતા બનાવની એફઆઅઆર નોંધાવા પામી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો