અકસ્માતમાં ત્રણ લોકોના મોત:લીંબડી અમદાવાદ હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર ડમ્પર પાછળ ઘૂસી ગયું, ટ્રાફિક જામ સર્જાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંબડીના કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. લીંબડીના કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો ટ્રાવેલર ડમ્પર પાછળ ઘુસી જતા હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.

લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બને છે. જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે મોતને ભેંટે છે. જેમાં આજે લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત
લીંબડીના કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો ટ્રાવેલર ડમ્પર પાછળ ઘુસી જતા હાઇવે પર લોહિયાળ દ્રશ્યો સર્જાયા હતા. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં લીંબડી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
આ અકસ્માતની ઘટના અમદાવાદથી ઉટડી આવતા રસ્તામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જ્યારે લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...