સાપે સર્જયો અકસ્માત:વઢવાણ-લીંબડી હાઈવે પર સાપને બચાવવા જતા ટેમ્પો પલટી ખાઈ ગયો, પાંચ લોકોને ઈજા

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા

સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અનેક લોકો અકાળે મોતને ભેટતા હોય છે. ત્યારે જિલ્લાના વઢવાણ-લીંબડી રોડ ઉપર અચાનક સાપ આવી જતા ટેમ્પોના ચાલકે તેને બચાવવા જતા સ્ટીયરિંગ ઉપર કાબૂ ગુમાવી દીધો હતો. જેથી ટેમ્પો પલટી ગયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોને ઈજા પહોંચી છે. આ ઘટના વઢવાણ- લીંબડી હાઇવે રોડ ઉપર આવેલા GSPC ગેસ પંપ પાસે બની હતી.
રસ્તામાં અચાનક સાપ આવી ગયો હતો
આ અકસ્માતની ઘટનામાં ઇજા પામેલા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પાસે આવેલા GSPC ગેસ પંપ પાસે ટેમ્પો ચાલક જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક સાપ આવી ગયો હતો. જેથી તેને બચાવવા જતા ટેમ્પો પલટી ગયો હતો. તેમાં સવાર પેસેન્જરમાંથી પાંચને ઇજા થઈ છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા વઢવાણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતા.
​​​​​​​હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા
વઢવાણ-લીંબડી હાઇવે પર આ અકસ્માત થતા થોડી વાર માટે ટ્રાફિક જામ થયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ ઘટનાની જાણ થતાં હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે વઢવાણ સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...