દસાડામાં વડગામ ધારાસભ્યની હાજરીમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં આ પ્રસંગે વડગામ ધારાસભ્ય અને દસાડાના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે સમગ્ર દસાડામાંથી ભવ્ય વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતુ. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતા.
દસાડા મૂળ નિવાસી સંઘ આયોજિત જ્ઞાન પ્રોત્સાહક સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓનો સામાજિક સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વડગામ 11 વિધાનસભાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી અને દસાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી અને દસાડા પ્રેમદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સફળ આયોજન થયું હતુ.
શનિવારે દસાડા જીપીએસ હાઈસ્કુલમાં તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દસાડા ત્રણ રસ્તા જય અંબે કોમ્પલેક્ષ, ગોપાલ હોટલની બાજુમાંથી સરઘસના સ્વરૂપે નિકળી કાર્યક્રમના સ્થળે પહોંચી હતી. જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને હાઈસ્કૂલ જે અત્યારે જર્જરીત હાલતમાં છે. તેને નવીનીકરણ તેમજ ધોરણ 11 અને 12 ચાલુ થાય તેના માટે આવેદનપત્ર પણ આપ્યું હતુ. આ પ્રસંગે દસાડા સરપંચ સહિત ત્રિકમભાઇ સોલંકી, ફારૂકખાન મલિક, શાહનવાજ હુસેન અને અયુબ ખોખર સહિત દસાડા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.