વિવાદ:વઢવાણમાં છેડતી કરી યુવાને યુવતીને લાફાવાળી કરતાં ગુનો, ફેક આઈડી પરથી યુવતીના સબંધીઓને રિકવેસ્ટ મોકલતો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર માર્ગ પર બિભત્સ ચેનચાળા કરી ધમકી આપતાં ચકચાર

વઢવાણના મુખ્ય માર્ગ પર યુવાને યુવતીને લાફાવાળી કરી ધમકી અપાતા ભોગ બનનાર યુવતીએ આ યુવાન ઘર પાસે બિભત્સ ચેનચાળા અને માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી તેમજ ફેસબુક-ઇસ્ટ્રાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી સગાસંબંધીને યુવાન ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ જીઆઈડીસી ક્વાર્ટરમાં 32 વર્ષના જ્યોતીબેન મોતીભાઈ સાગઠીયા સિલાઇ કામ કરીને પરિવાર સાથે રહે છે. ત્યારે તેમની સાથે બનેલી ઘટના અંગે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવાયા મુજબ તા. 1-10-2020 થી 8-11-2020 દરમિયાન વઢવાણ શહેરના મેઇન રોડ પર જીઆઈડીસી કવાર્ટરમાં જ રહેતા નયન ઉર્ફે પિન્ટુ અરવિંદભાઈ ચાવડા અવારનવાર રસ્તા તથા જ્યોતિબેનના ઘર પાસે બિભત્સ ચેનચાળા કરી બિભત્સ માંગણી કરી હતી.

ત્યારબાદ છેડતી કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ઝપાઝપી કરી હતી. આટલેથી વાત ન અટકતા નયન ઉર્ફે પિન્ટુએ જ્યોતિબેનના મોઢા પર લાફા માર્યા હતા. આ ઉપરાંત ફેસબુક તેમજ ઇસ્ટ્રાગ્રામ ઉપર જ્યોતિબેનને અવારનવાર રિકવેસ્ટ મોકલી અને બિભત્સ મેસેજ-ફોટા મોકલતો હતો. જ્યોતીબેનનુ ફેસબુક-ઇસ્ટ્રાગ્રામમાં ફેક આઇડી બનાવી સગાસંબંધીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હેરાનપરેશાન કર્યાનુ ફરિયાદમાં જણાવાયુ હતુ. પોલીસે વઢવાણના નયન ઉર્ફે પિન્ટુ અરિવંદભાઈ ચાવડા સામે ગુનો નોંધતા વધુ તપાસ સુરેન્દ્રનગરના સીપીઆઈ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...