ઇમર્જન્સી સેવા:સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારોમાં 108ની 19 એમ્બુલન્સ સાથે ટીમ ખડેપગે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારોમાં 108 ની ટીમો ખડેપગે રહેશે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારોમાં 108 ની ટીમો ખડેપગે રહેશે.

જિલ્લામાં ઇમરજન્સીના બનાવ સમયે સેવા આપનારી 108ની ટીમ જિલ્લાના વિવિધ પોઇન્ટો પર 19 એમ્બ્યુલન્સો 70થી વધુ લોકોનાં સ્ટાફ સાથે સેવામાં રહેશે. ચાલુ વર્ષે સામાન્ય દિવસો કરતા ઇમરજન્સીનાં બનાવમાં વધારો થાય તેવી સંભાવના સાથે જિલ્લામાં 108ની ટીમ ખડેપગે રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારને લઇને આજે ઉત્સાહભેર ઊજવણી થશે. ત્યારે દિવાળીને લઇને દાઝવાના,રોડ અકસ્માત તેમજ મારામારી સહિતના કેસોમાં લોકોને ઇજા પહોંચવી સહિતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ બાબતને ધ્યાને લઇને 70 લોકોની બનેલી આ ટીમ તહેવારોનાં પર્વેને લોકો સારી રીતે ઉજવણી કરી શકે તે માટે 108ની એમ્બ્યુલન્સ સાથે ખડેપગે રહેશે. આ ઉપરાંત વધુ એક 108ને પણ ઇમરજન્સી કેસમાં રાખવામાં આવી છે.

આ અંગે રાજકોટ -સુરેન્દ્રનગર જિલ્લાના ઇમરજન્સી 108ના મનવીર ડાંગર, સુરેન્દ્રનગર જિલ્લાના ભાર્ગવ મોરડીયા સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય દિવસોમાં અંદાજે 65 થી 70 ટકા કેસો આવતા હોય છે. જેની સામે જિલ્લામાં દિવાળીમાં 80 ટકા, બેસતા વર્ષના દિવસે 90 ટકા તેમજ ભાઈબીજના દિવસે 100 ટકાથી વધુ કેસો નોંધાવાની શકયતા રહે છે. જેના કારણે તહેવારના દિવસો દરમિયાન આવા કેસોમાં વધારો નોંધાઇ છે. તેમાય ખાસ કરીને તહેવારના દિવસોમાં સાંજના 4 કલાકથી રાત્રે 11.30 થી 12 વાગ્યા સુધીમાં કેસો વધુ આવતા હોય છે.

આ લોકેશનો પર 108 દોડશે
સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારના દિવસોમાં સુરેન્દ્રનગર-2, થાન-1, ચોટીલા-1, સાયલા-1, મૂળી-1, ધ્રાંગધ્રા-1, સરા-1, માલવણ-1, પાટડી-1, દસાડા-1, લખતર-1, શિયાણી-1,રાજસીતાપુર-1, લીંબડી-1, ચુડા-1 અને પાણશીણામાં-1 સહિતના લોકેશનો પર સ્ટાફ સાથે 108 ઇમરજન્સીને લઇને દોડાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...