ચડ્ડી-બનિયન ગેંગનો આતંક:મોરબીના ટંકારામાં એક જ રાતમાં ચાર ફેકટરીઓને નિશાન બનાવી, ચોરીના બનાવ અંગે કોઈ ફરિયાદ નહીં

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના ટંકારામાં એક જ રાતમાં ચાર ફેકટરીઓને નિશાન બનાવી - Divya Bhaskar
મોરબીના ટંકારામાં એક જ રાતમાં ચાર ફેકટરીઓને નિશાન બનાવી
  • તસ્કરીની ઘટના CCTVમાં કેદ થઈ

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં ઉદ્યોગ હબ ગણાતા લજાઈ રોડ પર આવેલા ચારેક કારખાનાઓમાં બે દિવસ પૂર્વે મધ્યરાત્રીના ચડી બનિયન પહેરેલી તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. ચોરીના બનાવને અંજામ આપી તસ્કરો અંધારામાં અદ્રશ્ય થઇ ગયા હતા. તસ્કરોએ લજાઈ નજીક આવેલી દેવ પોલીપેક, ઝીકોબા સોક્સ, મોરબી એન્જી. વર્કસ અને સિલ્વર રીસાયકલ સહીતની ફેકટરીઓની ઓફીસમાંથી ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જો કે, હજુ સુધી આ ચોરીના બનાવ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

મોરબી જીલ્લાના ટંકારાના લજાઈ રોડ ઉપર બનિયન ચડી ધારી ગેંગ દ્વારા ઝીકોબા સોક્સ ફેક્ટરીની બારી અને દરવાજા તોડી પાંચથી આઠ હજારની રોકડ રકમ ચોરી કરી હતી. જ્યારે મોરબી એન્જી. વર્કસમાંથી 70થી 85 હજારની રોકડ તેમજ સિલ્વર રીસાયકલમાંથી 2 થી 4 હજારની રોકડ ચોરી કરી હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. આ ચોરીના બનાવ પગલે ટંકારા પોલીસ ધટના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે અને તસ્કરોની ગેન્ગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મહત્વની બાબત તો એ છે કે તસ્કરોએ જે જે કારખાનાઓમાં ચોરીને અંજામ આપ્યો હતો ત્યાંથી માત્ર રોકડ રકમની જ ચોરી કરી હતી. એકાદ-બે ફેકટરીમાં લેપટોપ સહિતની કીમતી ચીજવસ્તુઓ પડી હતી જોકે તસ્કરોએ તેને હાથ પણ લગાડ્યો ના હતો. અને માત્ર રોકડની ચોરી કરી નાસી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, તસ્કરોએ જ્યાં ચોરીને અંજામ આપ્યો તે ફેકટરીઓમાં સીસીટીવી કેમેરા લગાવેલા હોઇ જેથી તસ્કરોએ ઓળખ છતી ના થાય તેની પણ તકેદારી રાખી હતી અને સીસીટીવી કેમેરા તેમજ રાઉટરમાં તોડફોડ કરી હતી. સાથોસાથ તસ્કરો ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. છતા એકાદ ફેક્ટરીની આંખે ચડી ગયેલા તસ્કરોનો વીડિયો વાયરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...