બેડાંયુગ પૂરો:ઝાલાવાડનાં 352 ગામોમાં આવશે નળથી જળ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં નળ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં નળ કનેક્શન આપવામાં આવી રહ્યા છે.
  • વર્ષ 2022 સુધીમાં ઝાલાવાડના 10 તાલુકાનાં 570 ગામોમાં ઘેરઘેર નળજોડાણ આપવાનો લક્ષ્યાંક

ઝાલાવાડનાં ગામડાંઓમાં હવે બેડાયુગ પૂરો થવા જઈ રહ્યો છે અને હવે લોકોને ઘરઆંગણે જ નળમાંથી પીવાનું પાણી મળશે. જિલ્લાના 10 તાલુકામાં સમાવિષ્ટ 570 ગામોને ‘નલ સે જલ’ યોજનામાં આવરી લેવામાં આવ્યાં છે. આ યોજનામાં જિલ્લાનાં 325 ગામોમાં પીવાનાં પાણીનાં 100 ટકા જોડાણ આપી દેવાયાં છે જ્યારે 245 ગામોને વર્ષ 2022 સુધીમાં નળજોડાણ આપવા રૂ. 43.07 કરોડ ફાળવાયા છે.

ઝાલાવાડના 70 ટકા વિસ્તારોમાં કૅનાલથી પાણી પહોંચાડાયું છે પરંતુ હવે લોકોને પીવાનાં પાણી માટે જળાશયો સુધી ન જવું પડે તે માટે ઘર સુધી પાણી પહોંચડવા સરકાર સક્રિય બની છે. ઝાલાવાડનાં અનેક ગામોમાં પાણી પારાયણને લીધે ગ્રામજનો મુશ્કેલી પડતી હતી ત્યારે જલ સે જીવન મિશન અંતર્ગત નલ સે જલ કાર્યક્રમ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરઘેર પીવાનું પાણી નળજોડાણથી મળતું થાય તે માટે લક્ષ્યાંક નક્કી કરાયો છે.

જેમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક વાસ્મો દ્વારા યોજી કમિટી બનાવાઈ છે, જેમાં પ્રથમ તબક્કામાં 68 ગામોની આંતરિક વિતરણ વ્યવસ્થા માટે રૂ. 12.36 કરોડની નવી યોજનાઓ મંજૂર કરાઈ હતી. હાલમાં યોજનાનાં કામોની સમીક્ષા બેઠક પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં 570માંથી 325 ગામોમાં 100 ટકા કામો પૂરાં કરાયાનું જણાયું હતું.

245 ગામોના કનેક્શન પૂરાં પાડવા 43.07 કરોડની ફાળવણી
‘સુરેન્દ્રનગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત 570 ગામોને આવરી લેવાના થાય છે, જેમાં 325 ગામોની 100 ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. બાકીના 245 ગામોમાં નળ કનેક્શન આપવા માટે 43.07 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આથી આગામી સમયમાં બાકી રહેતા ગામોમાં પણ નળ કનેક્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.’ > જે. એ. રગવાના, અધિકારી, વાસ્મો+

​​​​​​​જિલ્લાનાં ગામોમાં નલ સે જલની સ્થિતિ

​​​​​​​

તાલુકોપૂરાં ગામોબાકી ગામો
ચોટીલા2360
ચુડા2214
દસાડા7215
ધ્રાંગધ્રા5410
લખતર2419
લીંબડી3125
મૂળી3817
સાયલા2251
થાન1018
વઢવાણ2916
કુલ325245

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...